Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

સરકારે ૧૦૦૬પ૪ ટન મગફળી અને ૧ર૭૩ર ટન કપાસ ખરીદ્યોઃ ખેડૂતોને દૈનિક ચૂકવણાની યોજના

સરકારે ૧૦૦૬પ૪ ટન મગફળી અને ૧ર૭૩ર ટન કપાસ ખરીદ્યોઃ ખેડૂતોને દૈનિક ચૂકવણાની યોજના

   ગાંધીનગર તા.૧૪ : સારા વરસાદના કારણે રાજયના માર્કેટયાર્ડમાં મગફળીની આવકો શરૂ થઇ છે, રાજયમાં મગફળી ઉપરાંત કપાસ અને ડાંગરની આવક શરૂ થતા આગોતરા આયોજનના કારણે ટેકાનાભાવે ખરીદી શરૂ કરવામાં આવેલ છે. રાજયમાં કપાસની ખરીદી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસ અને ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લિ. દ્વારા ડાંગરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવેલ છે.

   સરકારી વર્તુળોમાં દાવા મુજબ રાજયમાં વિવિધ જણસોમાં મગફળીના ખોલવામાં આવેલા ૧૮પ કેન્દ્રો પૈકી ૧રપ કેન્દ્રો ઉપર રૂ.૪પર.૯પ કરોડની ૧૦૦૬પ૪.૮૪ ટન મગફળીની ખરીદી કરવામાં આવેલ છ.

   સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી ચાલુ કરેલ છે. કપાસના કુલ ૪૬ કેન્દ્રો પૈકી ૩૪ કેન્દ્રો ઉપર રૂ. ૬૦.૭૩ કરોડનો ૧ર૭૩ર ટન કપાસ ખરીદી કરવામાં આવેલ છે.

   ડાંગરના કુલ પ૯ કેન્દ્રો પૈકી ૮ કેન્દ્રો ઉપર રૂ.૦.૩૩ કરોડની ર૧૪.૬૮ ટન ડાંગર ખરીદી કરવામાં આવેલ છે અડદના કુલ ૧ર કેન્દ્રો પૈકી ૧ કેન્દ્ર ઉપર રૂ.૧.૦ર કરોડની ૧૮૯ ટન અડદ ખરીદી કરવામાં આવેલ છે.

   રાજયમાં વ્યાપક પ્રમાણમાં મગફળીનું વાવેતર અને ઉત્પાદન થયું છ.ે ત્યારે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનું શરૂ કર્યું છે. મગફળીના ટેકાના ભાવની ખરીદી માટે રાજય સરકારના ફંડમાંથી વધારાના રૂ.૧૯પ.પ૬ કરોડ ફાળવવામાં આવ્યા છે. જે ખેડુતોના ચુકવણા માટે નોડલ એજન્સીઓએ ચુકવણી કરેલ છે. નાફેડના દિલ્હી કક્ષાના અધિકારી સાથે અગ્ર સચિવ શ્રી (કૃષિ)ની ચર્ચા મુજબ ખેડુતોને દૈનિક ખરીદી મુજબ ચુકવણું થાય તે માટે ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.કપાસના ટેકાના ભાવ ઉપરાંત રૂ.૧૦૦ પ્રતિ મણ બોનસ ઉમેરી કુલ રૂ.૯પ૪ પ્રતિ મણના ભાવે ખેડુતોનો કપાસ ખરીદવાનું ચાલુ છે. રાજયમાં ખેડુતોનેમગફળી વેચવા યાર્ડમાં પ્રતિક્ષા કરવા ઉભા રહેવુ ન પડે તે માટે મુખ્યમંત્રીની સુચનાનુસાર મગફળીના ૧ર૩ ખરીદ કેન્દ્ર ઉપરાંત વધુ ૬૯ ખરીદ કેન્દ્ર ખોલવા આયોજન કરવામાં આવેલ જે પૈકી હવે કુલ ૧૯ર ખરીદ કેન્દ્ર ખોલવામાં આવેલ આયોજન કરી દીધેલ છે અને સંબંધિત નોડલ એજન્સીને કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે બારદાનની અછત સર્જાશે નહિ તેમ સરકારી વર્તુળો જણાવે છે.

 (03:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS