Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

પાટણ સિવિલ બચાવો અભિયાનમાં સહી કરીને રાહુલ ગાંધીનું સમર્થન

પાટણ સિવિલ બચાવો અભિયાનમાં સહી કરીને રાહુલ ગાંધીનું સમર્થન

    પાટણ, તા, ૧૪: શહેર કોંગ્રેસ સમીતી દ્વારા છેલ્લા ૧૧૮ સોમવારથી દર અઠવાડીયાને સિવિલ બચાવો અભિયાન ચલાવવામાં આવી રહયું છે અને આ અભિયાનમાં લોકોને જોડી તેમની સહીઓ લેવામાં આવે છે અત્યાર સુધી ૮૦ હજાર સહી  આ ઝુંબેશમાં થઇ ચુકી છે. વિધાનસભાના વિરોધપક્ષના પુર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ પણ આ ઝુંબેશમાં પોતાની સહી કરીને ઝુંબેશ સમર્થન આપવામાં આવ્યું હતું. ત્યારે બે દિવસની પાટણની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ આજે પાટણના હારીજ ત્રણ રસ્તા પર યોજાયેલા શહેર કોંગ્રેસના સીવીલ બચાવો અભિયાનમાં રાહુલ ગાંધીએ પણ પોતાની સહી કરી ઝુંબેશને સમર્થન આપ્યું હતું. ધારાસભ્ય પરેશ ધાનાણીએ સહી કરી હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશભાઇ ઠક્કર વગેરે કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

 (03:48 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS