Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

અશોક લેલન્ડના હોસુર યુનિટ-૨ને ટોટલ કવોલીટી મેનેજમેન્ટનો અમલ કરવા બદલ ડેમીંગ પ્રાઇઝ એનાયત

અશોક લેલન્ડના હોસુર યુનિટ-૨ને  ટોટલ કવોલીટી મેનેજમેન્ટનો અમલ કરવા બદલ ડેમીંગ પ્રાઇઝ એનાયત

   અમદાવાદઃ  હિંદુજા ગ્રુપની   ફલેગશિપ કંપની અશોકલેલેન્ડને  તેના હોસુર યુનિટ ૨ ઉત્પાદન પ્લાનટ માટે પ્રતિષ્ઠીત ૨૦૧૭ ડેમિગ પ્રાઇઝ ટોટલ કવોલીટી મેનેજમેન્ટમાં સર્વોચ્ચ ગણાતા એવોર્ડમાં સામેલ છે. તે આંતરાષ્ટ્રીય એવોર્ડ છે, જે દુનિયામાં સૌથી જુના અને અતિ વ્યાપક માન્યતા ધરાવતાં એવોર્ડમાં સામેલ છે. આ એવોર્ડ એવી કંપનીઓને  એનાયત થાય છે. જેણે ગ્રાહકલક્ષી વ્યાવસાયીક ઉદ્રેશો અને વ્યુહરચનાઓ સ્થાપીત કરી છે. તથા તેને હાંસલ કરવા ટોટલ કવોલીટી મેનેજમેન્ટ (ટીકયુએમ)નો અમલ કર્યો છે. વર્ષ  ૨૦૧૬માં અશોક લેલેન્ડનો પંતનગર પ્લાન્ટ દુનિયામાં પ્રથમ ટ્રક અને બસ પ્લાન્ટ તથા જાપાનની બહાર એકમાત્ર સીવી ઉત્પાદક બન્યો હતો, જેને આ પ્રતિષ્ઠીત એવોર્ડ મળ્યો હતો. ચાલુ વર્ષે હોસુર યુનિટ ૨ પ્લાન્ટે એવોર્ડ જીતવાની સાથે અશોક લેલેન્ડે સતત આ એર્વોડ મેળવનાર જાપાનની બહાર એકમાત્ર સીવી ઉત્પાદક બની ગયું છે.

   અશોક લેલેન્ડેનાં મેનેજીંગ ડિરેકટર શ્રીવિનોદ કે દસારી એ કહ્યુ હતુ કે, અશોક લેલેન્ડ બ્રાન્ડ ગુંણવતાનું પ્રતીક છે. અમારો પ્રયાસ અમારી દરેક કમગીરીમાં શ્રેષ્ઠ ગુંણવતા હાંસલ કરવાનો છે. અમારા બીજા યુનિટ માટે સતત ડેમિંગ પ્રાઇઝ જીતવું અમારા પ્રયાસો અને અમારી માન્યતાનો પુરાવો છે. અમારાં બીજા યુનિટ માટે સતત ડેમિગ પ્રાઇઝ જીતવું અમારા પ્રયાસો અને અમારી માન્યતાનો પુરાવો છે. અશોક લેલેન્ડેમાં અમને બધાને અમારી સફળતા પર ગર્વ છે. ગુંણવતા પ્રદાન કરવી અમારી બ્રાન્ડની ફિલોસોફી'આપ કી જીત, હમારી જીત'નું અભિન્ન અંગ છે. તથા અમે અમારા માટે અને ઉદ્યોગ માટે માપદંડો સતત વધારતા રહિશં. આ અમારી સફરમાં સફળતા છે. તથા ઉદ્યોગમાંં પ્રથમ ખાસિયત પ્રદાન કરવાની કંપનીની સિધ્ધીમાં વધુ એક યશકલગી છે.

 (03:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS