Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

અમદાવાદમાં સ્ટુડીયો સ્યાહીનો પ્રારંભ

અમદાવાદમાં સ્ટુડીયો સ્યાહીનો પ્રારંભ

   (કેતન ખત્રી) અમદાવાદ : વિશ્વભરમાં લોકોની ફેશન બદલાઈ રહી છે. રોજ રોજ નીતનવી ફેશન બજારમાં આવી રહી છે. ત્યારે આવી જ નીતનવી ફેશન સાથે મેન્સ અને વિમેનવેર માટે એક નવો ફેશન સ્ટૂડિયો સ્યાહી અમદાવાદમાં શરૂ થયો છે. પૂનમ સંઘાણી અને રોહિત દૂબેના સ્યાહી ફેશન સ્ટૂડિયોનું શહેરના સી.જી.રોડ નજીક ઉદ્ધાટન થયું હતું. આ પ્રસંગે ભાજપના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ગુજરાતના ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ અનાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્ટૂડિયોની વિગતો આપતાં પૂનમ સંઘાણીએ જણાવ્યું કે, વિશ્વમાં લોકોની સ્ટાઈલ બદલાઈ રહી છે. સ્ટાઈલની સાથે સાથે રહેણીકરણી પણ બદલાઈ છે. તેવા સંજોગોમાં આ પ્રકારનો ફેશન સ્ટૂડિયો દ્વારા લોકોને વિશ્વમાં હાલમાં ચાલી રહેલી ફેશનના વસ્ત્રો મળી રહેશે. સાથે સાથે વિશ્વમાં ચાલી રહેવા ટ્રેન્ડને પણ મેન્સ અને વિમેન્સના વેરમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પ્રકારના સ્ટૂડિયોના કારણે લોકોને પણ નવી ડિઝાઈનના વસ્ત્રો સરળતાથી ઉપલબ્ધ થશે.

 (03:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS