Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

અરવલ્લી ડીસ્ટ્રીકટ બાર દ્વારા લીગલ સેમિનાર યોજાયો એક વર્ષમાં પાંચ લાખ કેસોનો નિકાલ : ચીફ જસ્ટીસની ઉપસ્થિતિ

જયુડીશ્યલ ઓફીસરોએ મેરીટ ઉપર નિર્ભયપણે નિર્ણય કરવા જોઇએ : સુભાષ રેડી

અરવલ્લી ડીસ્ટ્રીકટ બાર દ્વારા લીગલ સેમિનાર યોજાયો એક વર્ષમાં પાંચ લાખ કેસોનો નિકાલ : ચીફ જસ્ટીસની ઉપસ્થિતિ

   રાજકોટ, તા. ૧૪ : અરવલ્લી જીલ્લા બાર એસોસીએશન તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા મોડાસામાં ચીફ જસ્ટીશ શ્રી સુભાષ રેડ્ડી તથા જસ્ટીશ એચ.જી. શાહ તથા બાર કાઉન્સીલના ચેરમેન ભરત ભગત અને પ્રમુખ બાર કાઉન્સીલના મેમ્બર હીરાભાઇ પટેલ દ્વારા રવિવારે સાબરકાંઠા, અરવલ્વી અને મહીસાગર જીલ્લાના એક હજારથી વધારે ધારાશાસ્ત્રીઓની હાજરીમાં સેમિનાર યોજાઇ ગયેલ હતો.

   આ સેમીનારમાં જસ્ટીસ શ્રી એચ.જી. શાહે મોટર એકસીડેન્ટ કલેઇમ કેઇસ ઉપર તથા તજજ્ઞ એડવોકેટો એચ.એન. ધ્રુવે જેએફઆઇઆર અને જામીન તથા સીનીયર ધારાશાસ્ત્રી પરેશ જાનીએ મનાઇ હુકમના કાયદા તથા હાઇકોર્ટના એડવોકેટ રાજશ ગોસ્વામીએ નેગસીયેબલ એકટ હેઠળની કાયદાકીય માહીતીના વિષયો ખૂબજ રસપ્રદ લીધેલ. મોડી સાંજ સુધી વકીલોએ જ્ઞાનનો લાભ લીધેલ હતો.

   બાર કાઉન્સીલના મેમ્બર અને ડીસ્ટ્રીકટના પ્રમુખ હીરાભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરેલ તથા બાર કાઉન્સીલના ચેરમેન ભરત ભગતે બાર કાઉન્સીલની પ્રવૃતિ અંગે જાણકારી આપેલ. આ સમયે વા. ચેરમેન નલીન પટેલ તથા એકઝીકયુટીવ ચેરમેન કિશોર ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહેલ હતા. બાર કાઉન્સીલના મેમ્બરો દિલીપ પટેલ, સી.કે. પટેલ, દિપેન દવે, બહાદુરસિંહ જાડેજા, યશવંત બચાણી, પરેશ વાઘેલા, કરણસિંહ વાઘેલા, ગોપીનાથ અમીન, યશવંત બચાણી, જે.આર. ગાંધી, અનિલ કૈલા, બકુલ પંડયા, અનિરૂદ્ધસિંહ ઝાલા સહિતનાનું સન્માન કરેલ હતું.

   ચીફ જસ્ટીસ શ્રી રેડ્ડીએ જણાવેલ કે બાર કાઉન્સીલ દ્વારા વકીલો માટે વધુમાં વધુ સેમનિારો યોજવા જોઇએ દરેક વકીલોએ ઝડપી ન્યાયીક કાર્યવાહીમાં મદદરૂપ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. ગુજરાતમાં એકવીસ લાખ પેન્ડીંગ કેસમાં એક વર્ષમાં પાંચ લાખ કેઇસો ઓછા થયા છે માત્ર અઢીર હજાર કેઇસ પેન્ડીંગ છે.

   વધુમાં ન્યાયતંત્ર માટે પણ ટકોર કરતા જણાવેલ હતું કે મનાઇ હુકમ અને જામીનમાં ન્યાયધીશોએ મેરીટ ઉપર નિર્ભયપણે હુકમ કરવા જોઇએ કોઇ પણ ન્યાયીક કાર્યવાહી મુદ્દાસર જોઇ અને જયુડીશ્યલ ઓફીસરે નિર્ભયપણે ઓર્ડર કરવો જોઇએ તેવી આશા અને અભિગમ વ્યકત કરેલ હતી. તેમજ બાર કાઉન્સીલ માટે સ્વતંત્ર બીલ્ડીંગ હોવું જોઇએ અને તેના માટે સરકારમાં સંપૂર્ણ મદદ કરવા ખાત્રી આપતા વકીલોએ તાલીના ગળગળાટથી વધાવી લીધેલ હતાં.

 (11:55 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS