Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

પાટીદારનાં બે ગ્રુપની મળી અલગ-અલગ બેઠક, એકને બંધારણીય રીતે અનામત જોઇએ છે તો બીજાને OBC સમકક્ષ લાભો

પાટીદારનાં બે ગ્રુપની મળી અલગ-અલગ બેઠક, એકને બંધારણીય રીતે અનામત જોઇએ છે તો બીજાને OBC સમકક્ષ લાભો

   અમદાવાદ : ઓબીસી સમકક્ષ લાભો મળે એ દિવસથી આંદોલન બંધ થઇ જશે એમ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે કહ્યું છે, જ્યારે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું હતું કે, પાટીદારોને બંધારણીય રીતે અનામત મળવી જોઇએ.

   ગુજરાતમાં પાટીાદરોને અનામત મળે એ માટે આંદોલન ચલાવી રહેલી પાટીદારોની બે સંસ્થાઓ પૈકી પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર કમિટિની બેઠક ગઇકાલે સરગાસણ ગામે મળી હતી, જ્યારે સરદાર પટેલ ગ્રુપની બેઠક રાયસણ ખાતે મળી હતી. આ બંને સંસ્થાઓએ ગઇકાલે પાટીદારોને અનામત મળે તે મુદ્દે મનોમંથન કર્યું હતું.

 (11:53 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS