Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

'પાસ'ની કોર કમિટિએ અનામતની કોંગ્રેસની ૩ ફોર્મ્યુલા સ્વીકારી

અનામતનો મુદ્દો મેનિફેસ્ટોમાં: SPG સાથે પણ વાતચીત

'પાસ'ની કોર કમિટિએ અનામતની કોંગ્રેસની ૩ ફોર્મ્યુલા સ્વીકારી

   નવી દિલ્હી તા. ૧૪ : ગઇકાલે પાટીદાર અનામત આંદોલન સમિતીની કોર કમિટીની બેઠક મળી હતી. બેઠક બાદ પાસના કન્વીનર હાર્દિક પટેલે જાહેર કર્યું કે, કોંગ્રેસે બંધારણીય રીતે પાટીદારોને અનામત આપવાની ૩ ફોર્મ્યુલા રજુ કરી છે. આ ફોર્મ્યુલામાં શું નવું ઉમેરી શકાય અને શું સુધારા-વધારા કરવાની જરૂર છે તે માટે સમાજના વડાઓ સાથે વાતચીત કરવામાં આવશે અને તેમની સંમતિ લેવામાં આવશે.

   હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, બંધારણમાં કયાં નથી લખેલું કે ૫૦ ટકાથી વધારે અનામત ન મળી શકે. બંધારણની જોગવાઈ અનુસાર પાટીદારોને પણ અનામત મળી શકે છે. કોંગ્રેસ પાર્ટી અનામતના મુદ્દાને ઈલેકશન મેનિફોસ્ટોમાં પણ સ્થાન આપશે. હાર્દિકે આગળ જણાવ્યુ હતું કે, કોંગ્રેસ હોય કે ભાજપ, સમાજના હિતમાં કોઈ પણ સત્તા સામે અનામતની લડાઈ ચાલુ રહેશે. કોંગ્રેસે મંગળવાર સુધીમાં તેનો પક્ષ મુકી દેવો જોઈએ.

   હાર્દિકે જણાવ્યું કે, અનામત બાબતે સરદાર પટેલ ગ્રુપ(SPG) સાથે પણ વાતચીત કરવામાં આવશે. ભાજપ દ્વારા સમાજ પર જે અત્યાચાર કરાયો છે તેની લડત ચાલુ રહેશે. આ સિવાય હાર્દિકે પાટીદાર આરક્ષણ સંઘર્ષ સમિતીના સંયોજક અશ્વિનને ભાજપનો માણસ ગણાવ્યો હતો. ભાજપના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને અશ્વિનના ઘનિષ્ઠ સંબંધ દર્શાવતા ફોટા પણ સોશિયલ મીડિયા પર મુકયા હતા.

 (11:53 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS