Samachar Business

News of Tuesday, 14th November, 2017

સપ્લાઈ ઘટવાની ભીતિ વચ્ચે અમેરિકન ભંડાર રેકોર્ડ સ્તરેઃ ક્રૂડમાં અથડાતા ભાવ

સપ્લાઈ ઘટવાની ભીતિ વચ્ચે અમેરિકન  ભંડાર રેકોર્ડ સ્તરેઃ ક્રૂડમાં અથડાતા ભાવ

   રાજકોટ, તા.૧૪ : તેલ ઉત્પાદક દેશોમાં તણાવથી ક્રૂડની સપ્લાઈ પર અસર પડવાની આશંકા છે. વૈશ્વિક બજારમાં કાચા તેલમાં નજીવી તેજી સાથેનો જોવાઈ રહ્યો છે, બીજીતરફ અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન સતત વધી રહ્યું છે.

   પાછલા સપ્તાહે અમેરિકામાં ઓઈલ રિગમાં વધારો જોવા મળ્યો હતો. અમેરિકામાં ઉત્પાદન વધવાની સંભાવના દેખાઈ રહી છે. હાલ અમેરિકામાં ક્રૂડનો ભંડાર રેકોર્ડ સ્તર પર છે. જોકે ઉપલા સ્તરેથી દબાણ પણ જોવાઈ રહયું છે. બ્રેન્ટ ૬૨ ડૉલરી ઉપર છે, નાયમેકસ ક્રૂડમાં ૫૪ ડૉલરની ઉપરનો કારોબાર થઈ રહ્યો છે.

 (09:40 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS