Samachar Business

News of Tuesday, 14th November, 2017

ડોલર સામે રૂપિયાની નરમાઇઃ સોના ચાંદીમાં સુધારાની આગેકૂચ યથાવત

ડોલર સામે રૂપિયાની નરમાઇઃ સોના ચાંદીમાં સુધારાની આગેકૂચ યથાવત

   રાજકોટ, તા.૧૪ : વૈશ્વિક બજારમાં સોના ચાંદીમાં સુધારાનો માહોલ જોવાઈ રહયો છે. વૈશ્વિક સોનાના ભાવ ૧૨૭૬ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયા હતા. ચાંદીમાં પણ વધારો નોંધાઇ ૧૬.૦૯ ટકાની સપાટીએ પહોંચી હતી.

   દરમિયાન ડોલર સામે રૂપિયામાં જોવા મળેલી નરમાઇના પગલે ઘરઆંગણે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. શરૂઆતે ૧૦ ગ્રામ શુદ્ઘ સોનાના ભાવમાં ૧૫૦નો વધારો નોંધાઇ ૩૦,૬૫૦ની સપાટીએ પહોંચી ગયો હતો. ચાંદીમાં વધુ ૨૦૦નો સુધારો નોંધાયો હતો.

   આજે શરૂઆતે ચાંદી પ્રતિકિલો ૪૦,૪૦૦ની સપાટીએ ખૂલી હતી. ડોલરની મજબૂતાઇના પગલે સોના અને ચાંદીના ભાવમાં સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

 (09:40 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS