Samachar Business

News of Tuesday, 14th November, 2017

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોલિએસ્ટરનો વેપાર વધારશે

નવી બ્રાંડ રેલોન સાથે ભાગીદારી માટે ૫ ઘરેલું અને વૈશ્વિક બ્રાંડ સાથે વાતચીતઃ ચીનના દબદબાને પડકાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોલિએસ્ટરનો વેપાર વધારશે

   રાજકોટ, તા.૧૪ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોલિએસ્ટરનો વેપારનો વ્યાપ વધારશે. કંપનીએ નવી બ્રાંડ રેલોન શરૂ કરી છે. બિઝનેસ ટૂ બિઝનેસ મોડલને ધ્યાનમાં રાખીને કંપનીએ વૈશ્વિક બજારમાં ચીનના દબદબાને પડકાર આપશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કુલ  ૪૫ લાખ ટન પોલિએસ્ટરનું ઉત્પાદન થાય છે. તેમાં આરઆઇએલની ભાગીદારી આશરે ૨૦ લાખ ટન છે. કંપનીને આ ક્ષેત્રમાં વર્ષે ૫ ટકા વૃદ્ઘિની અપેક્ષા છે. વિશ્વમાં આશરે  ૭ કરોડ ટન પોલિએસ્ટરનું ઉત્પાદન થાય છે. જેમાં ચીન ૪.૫ કરોડ ટનનું ઉત્પાદન કરે છે. કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે રેલોન બ્રાન્ડ સાથે ભાગીદારી માટે હાલમાં  ૫ ઘરેલું અને વૈશ્વિક બ્રાંડ સાથે વાતચીત ચાલુ છે. રેલોન બ્રાન્ડ દ્વારા આરઆઇએલના ૨,૫૦,૦૦૦ કરોડન કાપડ ઉદ્યોગમાં મહત્વનું સ્થાન હાંસલ કરવા કટિબદ્ઘ છે.

   જાણકારોના માનવા મુજબ દેશમાં ૯૦ ટકા ફેબ્રિકનું આયાત ચીનમાંથી કરાઈ છે. જયારે બાકીની આયાત મલેશિયા, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયામાંથી થાય છે. આ પગલાંથી ભારતને ખાસ કરીને ચીન પાસેની આયાત કરવાની નિર્ભરતામાંથી મુકિત મળશે.

 (09:39 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS