News Flash

 

Tantri Sthanethi

News of Thursday, 14th September, 2017

લે
ગયા દિલ
PM જાપાન કા...!

શિંજો આબેની ભારત મુલાકાતનું પરિણામ ચીની ડ્રેગનની ત્રાડ બંધ થઇ, મ્યાઉં-મ્યાઉં શરૂ થયું : વ્યૂહાત્મક કમાલ

   નરેન્દ્રભાઇ મોદી ખૂબ આનંદિત થાય તેવા ન્યૂઝ છે.. આવતા મહિને રાહુલ ગાંધી કોંગ્રેસની ધૂરા સંભાળશે અને કોંગ્રેસ રાહુલને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે લોન્ચ કરશે. રાહુલ પક્ષમાં મોટી જવાબદારી લેશે, તેવા સમાચાર છેલ્લા વર્ષથી આવે છે, પરંતુ રાહુલ મોટા પદ વગર પાવરનો ઉપયોગ કરે છે. તાજેતરમાં અમેરિકામાં રાહુલે ખુદે વડાપ્રધાનપદના ઉમેદવાર બનવા ઇચ્છા વ્યકત કરી છે. ઇચ્છાને પક્ષમાં કોઇ પડકારી શકે તેવી સ્થિતિ નથી.

   મોદી-રાહુલના વ્યકિતત્વનો સીધો જંગ થાય તો પરિણામ શું આવે તેની ભારતના બાળકોને પણ ખબર હોય. આજે વિશ્વ અંધજન દિવસ છે. કોંગ્રેસ હજુ વૈચારિક અંધકારમાં ગોથાલિયા ખાય છે, જેનો જબ્બર લાભ ર૦૧૯માં મોદીજી ઉઠાવશે.. દૃષ્ટિએ નરેન્દ્રભાઇ માટે આનંદના સમાચાર ગણાય.

   કોંગ્રેસ ભલે અંધારામાં ગોથા ખાય, પરંતુ દેશ અંધકારમાંથી બહાર આવી રહ્યો હોય તેમ લાગે છે. ભારત માટે ચીન માથાના દુખાવા જેવો દેશ છે. પાકિસ્તાન ચીનના જોરે આતંક ફેલાવે છે. ચીનની સરહદી આડોડાઇ અને ભારતની બજારમાં ઘુસવાની નીતિ આપણને વર્ષોથી પરેશાન કરે છે. સામે મોદી સરકારે પ્રથમ વખત ચીન સામે પડકાર ફેકયો હતો અને કૂટનીતિ સફળ બનતી દેખાઇ રહી છે.

   'લવ ઇન ટોક્યો' હિન્દી ફિલ્મમાં રફીજીના અવાજમાં એક ગીત છે- 'લે ગઇ દિલ ગુડિયા જાપાન કી...' ગીત સમયે ખૂબ લોકપ્રિય હતું અને હજુ સાંભળવા મળે છે. વર્તમાન સમયે જાપાની ગુડિયા નહિ, જાપાની પી.એમે. દિલ જીતી લીધું છે. જાપાનના વડાપ્રધાન શિંજો આબે ભારતની મુલાકાતે છે. ગઇકાલે યજમાન મોદીજી સાથે આબે ગુજરાત આવ્યા હતા. રોડ-શોમાં જમાવટ થઇ હતી અને આજે બુલેટ ટ્રેનના પ્રોજેકટનું ભૂમિપૂજન થઇ રહ્યું છે.

   જાપાન દેશભકિતની ઉભરેલો ઉત્તમ દેશ છે. પોતાના બળે સમૃદ્ધ બન્યો છે, પરંતુ ચીની ડ્રેગન સતત જાપાનને પરેશાન કરે છે. ચીની મુદ્દે ભારત-જાપાન સમદુખિયા છે. મોદી સરકારે નક્કર વ્યૂહાત્મક નીતિ ઘડીને વગર યુદ્ધે ચીનને પાઠ ભણાવવાની નીતિ ઘડી છે, જે સફળ બનતી દેખાઇ રહી છે.

   આબે અને મોદીએ હાથ મીલાવ્યા. શિખર મંત્રણામાં કરોડોના કરારો થઇ રહ્યા છે. બુલેટ ટ્રેન સહિતના સ્વપ્ન સિદ્ધ થવાની દિશામાં નક્કર કદમ મંડાઇ રહ્યા છે, અન્ય આર્થિક અને સેવાકીય ક્ષેત્રે લાભદાયી કરારો થયા છે.

   ... પણ આબેના ભારત પ્રવાસની સૌથી મોટી અસર જુદી પ્રકારની છે. જાપાન-ભારત વચ્ચે બુલેટ ટ્રેન સહિતના કરારોથી ચીનનો ગરાસ લૂંટાયો છે. આબેના ભારત આગમન સમયે ચીન તરફથી સત્તાવાર નિવેદન જાહેર થયું દર્શાવે છે કે- ડ્રેગન ડાહ્યો બનવા લાગ્યો છે. ગઇકાલે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગ શુઆંગે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે- 'ભારતમાં આંતર માળખાના વિકાસ માટે સહયોગી બનવા ચીન પણ ઉત્સુક છે. ચેન્નાઇ-દિલ્હી અને દિલ્હી-નાગપુર રૂટની બુલેટ ટ્રેનના પ્રોજેકટ પર ચીન સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર છે.'

   ૧પ દિવસ પહેલા ડ્રેગન બિહામણી ત્રાડો નાખતું હતું મારી નાખું-કાપી નાખુંની વાતો કરતું હતું. અણુયુદ્ધની ધમકી આપતું હતું.. હવે ભારતના વિકાસમાં સહયોગ આપવાની વાતો કરવા માંડયું છે.

   ડ્રેગન બિહામણી ત્રાડો નાખવાને બદલે મ્યાઉં-મ્યાઉં કરવા લાગે છે બાબત વ્યૂહાત્મક સફળતા ગણાય. ચીનને દાબી શકે તેવા વ્યૂહ ઘડનાર સામે કોંગ્રેસ રાહુલને ટકરાવશે.. ર૦૧૯ના પરિણામની આગાહી કોઇપણ વ્યકિત કરી શકે છે.

    

 (05:30 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS