Samachar Sports

News of Thursday, 14th September, 2017

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં બાર્સેલોનાએ યુવેન્ટ્સને હરાવ્યું : PSGનો પણ વિજય

ચેલ્સી, બાયર્ન મ્યુનિચ તેમજ માન્ચેસ્ટર યુનાઈટેડના પણ વિજય: નેમારે નવી કલબ તરફથી ગોલ ફટકાર્યો

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં બાર્સેલોનાએ યુવેન્ટ્સને હરાવ્યું : PSGનો પણ વિજય

   બાર્સેલોના,: 2017 ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં સ્પેનિશ જાયન્ટસ્ બાર્સેલોનાએ ગત વર્ષની ફાઈનલીસ્ટ ઈટાલીયન કલબ યુવેન્ટસ સામે ૩-૦થી વિજય મેળવ્યો હતો. નેમાર જેવા સ્ટાર ખેલાડીની વિદાય બાદ મુશ્કેલીનો સામનો કરી રહેલા બાર્સેલોના માટે યુવેન્ટસ સામે વિજય આત્મવિશ્વાસ જગાવનારો બની રહ્યો હતો. બાર્સેલોના તરફથી આર્જેન્ટીનાના સુપરસ્ટાર લાયોનેલ મેસીએ બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે બાર્સેલોના તરફથી અન્ય એક ગોલ ઈવાન રેકિટીકે નોંધાવ્યો હતો. ઈટાલીયન કલબ યુવેન્ટર અવે ગેમમાં પ્રભાવ પાડી શકી નહતી, હવે તેમને આ મુકાબલો જીતવા માટે હોમગ્રાઉન્ડ પર બાર્સેલોનાને ૩-૦થી વધુના અંતરથી હરાવવું પડશે. બ્રાઝિલના સુપરસ્ટાર ફૂટબોલર નેમારે તેની નવી કલબ પેરિસ સેંટ. જર્માઈન તરફથી ચેમ્પિયન્સ લીગમાં સૌપ્રથમ ગોલ ફટકારતાં ટીમને ૫-૦થી સેલ્ટિક સામે વિજય અપાવ્યો હતો. પેરિસ સેંટ. જર્માઈન કલબ તરફથી કાયલીન મ્બાપ્પેએ અને કાવનીએ પણ ગોલ ફટકાર્યા હતા. કાવનીએ બે ગોલ નોંધાવ્યા હતા. જ્યારે એક ઓન ગોલ થયો હતો. જર્મન કલબ બાયર્ન મ્યુનિચે ૩-૦થી એન્ડેર્લેચ્ટને પરાજય આપ્યો હતો. જ્યારે માન્ચેસ્ટર યુનાઈડેટે ૩-૦થી એફસી બાસેલ સામે વિજય મેળવ્યો હતો. ચેલ્સીએ ૬-૦થી કારાબેગ એફકેને કચડી નાંખ્યું હતુ. જ્યારે રોમા અને એટ્લેટિકો મેડ્રિડ વચ્ચેનો મુકાબલો ૦-૦થી ડ્રો રહ્યો હતો. પોર્ટુગલની સ્પોર્ટિંગ લિસ્બને ૩-૨થી ગ્રીસની ઓલીમ્પીકોસને પરાજય આપ્યો હતો.

 (10:08 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS