Samachar Rajkot

News of Thursday, 14th September, 2017

આર્યનગરનો યુવાન કલ્પેશ પટેલ ધસમસતી ટ્રેન સામે ઉભો રહી ગયોઃ ધડ-માથું નોખા

મોરબી રોડ પર બનાવઃ આપઘાત કરનાર યુવાન માતાનો એક જ આધારસ્તંભ હતોઃ કારણ જાણવા પોલીસની મથામણ

આર્યનગરનો યુવાન કલ્પેશ પટેલ ધસમસતી ટ્રેન સામે ઉભો રહી ગયોઃ ધડ-માથું નોખા

      રાજકોટ તા. ૧૪: સામા કાંઠે રહેતાં લેઉવા પટેલ યુવાને સાંજે મોરબી રોડ પર ટ્રેનની સામે ઉભા રહી જઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ યુવાનના ધડ અને માથુ નોખા થઇ ગયા હતાં.

      બનાવની જાણવા મળેલી માહિતી મુજબ સાંજે મોરબી રોડ પર રાધા મીરા પાર્ક સામે સિકંદરાબાદ ટ્રેન સામે એક યુવાન ઉભો રહી જતાં ઠોકરે ચડી જતાં ધડ-માથુ નોખા થઇ જતાં લોહીના ફુવારા ઉડ્યા હતાં. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતાં. જેમાં એક શખ્સે આપઘાત કરનાર યુવાન પોતાના મિત્રનો સાળો હોવાની જાણ પોલીસને કરતાં પોલીસે મૃતકના સગાને બોલાવતાં ઓળખ થઇ હતી.

      આપઘાત કરનાર યુવાન પેડક રોડ પર આર્યનગર-૧૬માં રહેતો કલ્પેશ ધીરૂભાઇ  ગેવરીયા (પટેલ) (ઉ.૨૫) હોવાનું ખુલતાં બી-ડિવીઝનના હેડકોન્સ. વિજયગીરી અને રાઇટર ભરતભાઇ આહિરે જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર કલ્પેશ કારખાનામાં કામ કરતો હતો અને એક ભાઇ, એક બહેનમાં નાનો તથા અપરિણીત હતો.

      વધુ માહિતી મુજબ કલ્પેશના પિતા વર્ષો પહેલા ઘર છોડી જતાં રહ્યા હોઇ તે માતાનો એક જ આધાર હતો. તે સાંજે પોતાનું વાહન લઇ ઘરેથી નીકળ્યો હતો અને આ પગલુ ભરી લીધુ હતું. કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. આધારસ્તંભ દિકરાના મોતથી માતા શોકમાં ગરક થઇ ગયા છે. (૧૪.૫)

       

 (10:44 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS