Samachar Rajkot

News of Thursday, 14th September, 2017

રાજકોટ ડેરીના ચેરમનની હત્યાનો પ્રયાસ કરનાર નવાગામનો ગોવિંદ કટારા પકડાયો

થોરાળા પોલીસે રબારી શખ્સની ધરપકડ કરી ટેન્કર કબ્જે કર્યુ

    

   રાજકોટ તા. ૧૪: રાજકોટ ડેરીના ચેરમેન અને ભાજપ આગેવાન ગોવિંદભાઇ શામજીભાઇ રાણપરીયાની ઇનોવા કાર પર ટેન્કર ચડાવી દઇ હત્યાનો પ્રયાસ કરવાના બનાવમાં થોરાળા પોલીસે રબારી શખ્સની ધરપકડ કરી છે.

    જામકંડોરણાના સાજડીયાળીમાં રહેતાં અને રાજકોટ જીલ્લા દુધ ઉત્પાદક સંઘ (ગોપાલ ડેરી)માં ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાની કાર જીજે૩એફકે-૧૦૭૬ છેલ્લા દસ વર્ષથી ચલાવતાં છગનભાઇ હરદાભાઇ રાણપરીયા (લેઉવા પટેલ) (ઉ.૫૫)ની ફરિયાદ પરથી ડેરીમાં જ દુધનું ટેન્કર ચલાવતાં ગોવિંદ રબારી સામે આઇપીસી ૩૦૭ મુજબ ગુનો નોંધાયો હતો. ડેરીમાં ટેન્કરના કોન્ટ્રાકટ બાબતે મનદુઃખ થતાં અને અગાઉ ઝઘડો થતાં તેમાં ગોવિંદભાઇ રાણપરીયાએ સમાધાન કરાવ્યું હોઇ ખાર રાખી ૧૧મીએ બપોરે દોઢેક વાગ્યે છગનભાઇ, ગોવિંદભાઇ અને જામકંડોરણાના સરપંચ જસમતભાઇ નારદભાઇ કોયાણી કારમાં બેસી ડેરી પાસે પહોંચ્યા ત્યારે દૂધના ટેન્કરના ચાલક ગોવિંદ કટારાએ કાર પર ટેન્કર નં. જીજે૩બીવી-૩૪૭૭ ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

   આ ગુનામાં ફરાર ગોવિંદ ભગાભાઇ કરાટા (ઉ.૨૪-રહે. નવાગામ આણંદપર)ને માર્કેટ યાર્ડ પાસેથી થોરાળા  પી.આઇ. આર. એલ. ખરાડી, ભરતસિંહ પરમાર અને ટીમે પકડી લીધો છે. જુના મનદુઃખને લીધે આમ કર્યાનું પકડાયેલા શખ્સે કહ્યું હતું. (૧૪.૭)

 (10:44 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS