Samachar Rajkot

News of Thursday, 14th September, 2017

સ્વાઇન ફલૂએ કર્યો વધુ એકનો શિકારઃ જામનગરના વૃધ્ધનું મોતઃ કુલ ૧૨૧ મોત

સિવિલમાં વધુ બે દર્દી સાજા થયાઃ આજે ૧૦ દર્દી દાખલઃ છ રિપોર્ટ પોઝિટીવઃ ચારના રિપોર્ટ બાકીઃ એક દર્દી વેન્ટીલેટર પર

      

      રાજકોટ તા. ૧૪: એક દિવસ શાંતિ રહ્યા બાદ સ્વાઇન ફલૂએ વધુ એક દર્દીનો શિકાર કર્યો છે. જામનગરના ૬૭ વર્ષના વૃધ્ધનું રાજકોટની ખાનગી હોીસ્પટલમાં મોત નિપજતાં કુલ મૃત્યુઆંક ૧૨૧ થયો છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફલૂ વોર્ડમાં વધુ બે દર્દી સાજા થતાં રજા અપાઇ છે. આજે વોર્ડમાં કુલ ૧૦ દર્દી દાખલ છે, તેમાંથી ૬ના રિપોર્ટ પોઝિટીવ છે અને ૪ના રિપોર્ટ આવવાના બાકી છે.

      તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ જણાવ્યા મુજબ ગઇકાલે વધુ બે દર્દી સાજા થતાં રજા અપાઇ હતી. જો કે બીજા નવા શંકાસ્પદ દર્દી આવતાં સંખ્યા દસ થઇ હતી. જે દસ દર્દી દાખલ છે તેમાં રાજકોટ શહેરના બે, ગ્રામ્યના ચાર તથા અન્ય જીલ્લાના ચાર દર્દી સામેલ છે. જેમાં બે તથા અમરેલી, જુનાગઢના એક-એક અને મોરબીના બે દર્દી દાખલ છે. એક દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવેલ છે. કલેકટર તંત્રના અહેવાલ મુજબ જામનગરના ૬૭ વર્ષના વૃધ્ધ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં તેણે દમ તોડી દીધો છે. હવે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ૩૪ દર્દી અને સિવિલ હોસ્પિટલમાં ૬ દર્દી દાખલ છે. જે પૈકી ખાનગી હોસ્પિટલમાં ૧૧ દર્દીને વેન્ટીલેટ પર રખાયા છે. કુલ ૩૫૮ દર્દી સાજા થયા છે. આ આંકડો ૧-૧-૧૭ થી ૧૪-૦૯-૧૭ સુધીનો છે. (૧૪.૬)

      સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ આવે એ પહેલા વાંકાનેરના સરસીયાના પ્રોૈઢનું મોત

      સિવિલના સ્વાઇન ફલૂ વોર્ડમાં ગઇકાલે સ્વાઇન ફલૂની શંકા સાથે દાખલ કરવામાં આવેલા વાંકાનેરના સેરસીયા ગામના ૫૫ વર્ષના મહિલાનું આજે બપોરે મોત નિપજ્યું છે. તેમનો રિપોર્ટ આજે સાંજે જાહેર થશે.

       

      

       

 (10:43 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS