Samachar Rajkot

News of Thursday, 14th September, 2017

કોઠારીયા સોલવન્ટમાં બિહારી અને મુસ્લિમ પરિવારો વચ્ચે ધબધબાટીઃ પાંચ ઘવાયા

બલરામ બિહારીની દિકરી સામે જોવા અને તેના પુત્ર સાથે મારકુટ મામલે ડખ્ખોઃ સામ-સામી ફરિયાદ

કોઠારીયા સોલવન્ટમાં બિહારી અને મુસ્લિમ પરિવારો વચ્ચે ધબધબાટીઃ પાંચ ઘવાયા

   રાજકોટ તા. ૧૪: કોઠારીયા સોલવન્ટ પાસે મચ્છોનગરમાં રહેતાં મુળ બિહારના ચાર ભાઇઓ અને પડોશી મુસ્લિમ પરિવાર વચ્ચે છોકરાવની તકરારમાં પાઇપ-ધોકાથી મારામારી થતાં પાંચને ઇજા થતાં થોરાળા પોલીસે સામ-સામી ફરિયાદ નોંધી છે.

   કોઠારીયા સોલવન્ટ શિતળાધાર ૨૫ વારીયા મફતીયાપરામાં રહેતાં અને કારખાનામાં કામ કરતાં ક્રિષ્ના પરમહંશ ચોૈહાણ (ઉ.૩૮) નામના બિહારી યુવાન, તેના ભાઇઓ બલરામ (ઉ.૩૬), ઘનશ્યામ (ઉ.૩૫) તથા મોહન (ઉ.૨૬) પર સાંજે મહમદ શેખ, તેના પુત્રો અહેશાન મહમદભાઇ, રાજુ મહમદભાઇ અને અજાણ્યાએ ધોકાથી હુમલો કરી માર મારતાં ચારેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

   સામા પક્ષે રાજુ ઉર્ફ રાજ મહમદભાઇ શેખ (ઉ.૧૯) પણ પોતાના પર ક્રિષ્ના, બલરામ, ઘનશ્યામે પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સારવાર લીધી હતી. આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. જીતુભાઇ ભમ્મર અને રાઇટર સવજીભાઇ બાલાસરાએ બંને પક્ષની ફરિયાદ નોંધી હતી. રાજુના કહેવા મુજબ તેના નાના ભાઇ અહેસાન સાથે ક્રિષ્ના સહિતના ઝઘડો કરતાં પોતે તેને સમજાવવા જતાં 'કેમ આમારા ઘરની છોકરીઓ સામે જોવો છો?' કહી હુમલો કરાયો હતો.

   સામે ક્રિષ્નાભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પુત્ર રોહનને અહેસાને માર માર્યો હોઇ જેથી પોતે સમજાવવા જતાં હુમલો થયો હતો. તેર વર્ષની દિકરીની પણ મશ્કરી થઇ હોવાનો આક્ષેપ ક્રિષ્નાભાઇના ભાઇ બલરામભાઇએ કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 (10:43 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS