vividh-vibhag

News of Thursday, 14th September, 2017

ગાગરમાં સાગર

માણસ-માણસ વચ્ચેનું નિષ્તરંગ જોડાણ

<br />ગાગરમાં સાગર

      માણસ-માણસ વચ્ચેનું નિષ્તરંગ જોડાણ જો કોઇ હોય તો તે માતાનો તેના બાળકો (પુત્રો) પ્રત્યેનો પ્રેમ છે. ગમે તેવી આર્થિક સ્થિતિ હોવા છતાં મા-બાપ તરફથી મળતો બિનશરતી પ્રેમ સંબંધોની ઉપલબ્ધિ છે. જીવનપર્યંત સુખની પ્રાપ્તિ માટે આપણે જેના પર આધારિત છીએ તે સ્વીકારની ભાવના આપણા મા-બાપ, ભાઇ-બહેન અને પરિવાર તરફથી મળે છે.

       રૂરી નથી કે આપણો પરિવાર પૂર્ણતાનો દૃષ્ટાંત હોય. તેઓને પણ માર્ગમાં અવરોધો તો આવે છે.

      આપણા પરિવારના સંબંધોના સહભાગી થવું અન્ય સંબંધોની દૃષ્ટિએ અગત્યનું છે.

      આપણા પરિવારના સભ્યો સાથે આપણે હળીમળીને રહી શકીએ તો પણ પ્રેમ, લાગણી અને આદર કાયમ બની રહે છે.

      જો કે ઘણા વાતથી સહમત પણ થાય, પરંતુ ઘણાં સફળ અને સુખી લોકો પોતાની ઉપલબ્ધિ પરિવારના કારણે માને છે.

      ઘણાં કાર્યો અને પ્રતિકારો આપણે કરીએ છીએ તે આપણા ઉછેર અને શિક્ષણ માટે તેમણે કરેલા અથાગ પ્રયત્નોને આભારી છે. જયારે આપણે મા-બાપ બનીએ છીએ ત્યારે આપણે તેમના પ્રેમ-ઉષ્મા અને માવજતને રૂ યાદ કરીએ છીએ.

      જયારે પરિવારના સભ્યો એકબીજાને આદર ભાવથી જોતા નથી અને સ્વાર્થની ભાવનાથી વર્તે છે ત્યારે વિભાજન થાય છે.

      અનેક ચાલાકીઓ કરીને માણસ પરિવારથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે. પરિવારમાં આમુલ ક્રાંતિની રૂ છે, તો માણસ પ્રેમપૂર્ણ અને સરળ બની શકશે.

      સ્વસ્થ-સરળ અને પ્રેમપૂર્ણ પરિવાર યુવા શકિતનું તેના મુળરૂપમાં નિર્માણ કરી શકશે.

      જેવી તમેઅન્ય પાસેથી અપેક્ષા રાખો છો તેવી નિરપેક્ષ પ્રેમની લાગણી આપો.

      શુભ હેતુઓ અને પ્રેમપૂર્ણ ભાવના દ્વારા પારિવારિક સંબંધોને સુખાકારી બનાવી શકાય છે.

      આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે થી સક્રિય ધ્યાન તથા સાંજે થી -૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

      સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

      સ્વામી સત્યપ્રકાશ

         ૯૪ર૭ર પ૪ર૭૬

 (09:02 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS