avasan nondh
rss-feed-icon

અવસાન નોંધ

સૌરાષ્ટ્ર-કચ્છ શાહુકાર ધીરધાર એસો.ના પ્રમુખ પ્રકાશભાઈના માતુશ્રીનું અવસાન

પોરબંદરઃ. પ્રભાબેન વલ્લભદાસ ઉનડકટ (ઉ.વ.૮૬) તે સૌરાષ્ટ્ર-કચ્છ શાહુકાર ધીરધાર એસોસીએશનના પ્રમુખ પ્રકાશભાઈ અને સ્ટેમ્પ વેન્ડર ઉમંગભાઈના માતુશ્રીનું અવસાન થયું છે. પ્રાર્થના સભા તા. ૧૪ના રોજ ગુરૂવારે લોહાણા મહાજન વંડી ભદ્રકાલી રોડ પ્રાર્થનાસભા હોલ ખાતે બપોરે ૪.૧૫ થી ૪.૪૫ ભાઈઓ-બહેનોની સંયુકત રાખેલ છે

તારાબેન ત્રિવેદીનું અવસાનઃ કાલે પ્રાર્થના સભા

રાજકોટઃ મૂળ ટંકારા નિવાસી ઔદિચ્ય સ.ઝા. બ્રાહ્મણ તારાબેન ત્રિવેદી (ઉ.વ.૯૭)તે સ્વ.ફુલશંકરભાઇ ડાયાલાલ ત્રિવેદીના પત્નિ તેમજ રમણિકલાલ, સ્વ.ધીરૂભાઇ, કુમનભાઇના ભાભી તથા સ્વ.કુંદનબેન આચાર્ય, લતાબેન વસંતના માતા અને જગદીશચંદ્ર આચાર્ય, રમેશભાઇ વસંતના સાસુ તથા ડો.પંકજ ત્રિવેદી (સુરત), ધર્મેન્દ્ર ત્રિવેદી (પૂર્વ સરપંચ ટંકારા), પત્રકાર હર્ષદ ત્રિવેદી (પ્રમુખ બ્રહ્મસમાજ), ચેતન ત્રિવેદી (સદસ્ય તાલુકાપંચાયત ટંકારા) અતુલ ત્રિવેદી (એડવોકેટ જામનગર)ના ભાભુનંુ તા.૧૪ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૧૫ને શુક્રવારે સાંજે ૪ થી ૫ ઔદિચ્ય બ્રહ્મપુરી, જુની ખડપીઠ, દિવાનપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

નર્મદાબેન ભુપ્તા

વેરાવળ : નર્મદાબેન જગન્નાથભાઇ ભુપ્તા (ઉ.વ.૯૮), તે સ્વ.યોગેન્દ્રભાઇ, સ્વ.છોટાલાલ, સ્વ.શાંતિલાલભાઇ, રંજનબેન (બોડીદર), જશીબેન (કોડીનાર), કુંદનબેન (રાજકોટ)ના માતુશ્રી તથા રાજેન્દ્રભાઇ (વેરાવળ), પ્રફુલભાઇ (કોડીનાર), શ્યામભાઇ (વેરાવળ)ના દાદીમાં તેમજ સ્વ.રૂગનાથભાઇ ગોવિંદજીભાઇ રૂધાણી (માળીયા હાટીનાવાળા)ના પુત્રી તા.૧રના રોજ અવસાન પામેલ છે. ઉઠમણુ તથા પિયરપક્ષની સાદડી તા.૧૪ ગુરૂવારે સાંજે પ થી ૬ બિલેશ્વર મંદિર શિક્ષક કોલોની વેરાવળ રાખેલ છે.

નિતાબેન નિર્મલ

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય નિતાબેન હર્ષદભાઈ નિર્મલ (ઉ.વ.૫૩) તે સ્વ.જેન્તીલાલ ડુંગરાણી ગરાછના પુત્રી, તેમજ મુકેશભાઇ, અશ્વીનભાઈ અને રાજેશભાઈના બહેન ગોંડલ ખાતે શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની સાદડી કાલે તા.૧૫ને શુક્રવારે સાંજે ૪ થી ૫ વાગ્યે બ્રહ્મક્ષત્રિય વાડી, પેડક રોડ ખાતે રાખેલ છે.

દિલીપભાઈ દોશી

રાજકોટ : મૂળ કાલાવડ હાલ રાજકોટ નિવાસી દિલીપભાઈ નવલચંદ દોશી (રીટાયર્ડ પી.ડબલ્યુ.ડી. ઓફીસ) તે ભરતભાઈ નવલચંદ દોશી (રી. આવકવેરા અધિકારી) અને બકુલભાઈ નવલચંદ દોશી (બાવીશી પ્લાસ્ટીક)ના ભાઈ, તેમજ પારૂલબેન વોરા (સરસ્વતી મંદિર સ્કૂલ)ના પતિ, તેમજ જીગીષા અને દિગંતના પિતાશ્રી, તેમજ વિવેક જૈનના સસરા, તેમજ સ્વ.ધિરેન્દ્રભાઈ વોરાના જમાઈનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું અને પ્રાર્થનાસભા તા.૧૬ને શનિવારે સવારે ૧૦ વાગ્યે વિરાણી વાડી ખાતે રાખેલ છે.

ધિરજલાલ નિમાવત

રાજકોટ : પીઠડ નિવાસી સાધુ ધીરજલાલ પિતાંબરદાસ નિમાવત (ઉ.વ.૭૯) તે મહેશભાઇ, નિમેષભાઇ તથા કિશોરભાઇના પિતાશ્રીનું તા.૧૩ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૧૫ના શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ મું.પીઠડ, તા.જોડીયા જી.જામનગર ખાતે રાખેલ છે.

ધીરજબેન ખંભાયતા

રાજકોટ : સ્વ.બાબુભાઇ ગગજીભાઇ ખંભાયતાના ધર્મપત્ની ધીરજબેન (ઉ.વ.૭૫) તે સ્વ.ગાંડુભાઇના ભાભી તેમજ પ્રવિણ, અશોક તથા ઇલાબેન ભુપેન્દ્રભાઇ જમનાપરાના માતુશ્રી તેમજ પ્રકાશભાઇનાં કાકીનું તા.૧૧ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૫ના શુક્રવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન મારૂતી હોલ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અશ્વિનભાઇ ચંચલ

રાજકોટ : કચ્છી લોહાણા સ્વ.પાર્વતીબેન પ્રેમજીભાઇ ચંચલના દિકરા અશ્વિનભાઇ મુળગામ માતાના મઢ (હાલ રાજકોટ) તે કાન્તિલાલ, જ્યોતિબેન તથા કુસુમબેનના ભાઇ તેમજ મુલરાજભાઇ, ખટાઉભાઇ, અશોકભાઇ તથા રાજુભાઇ ભીંડેના કાકાના દિકરા તેમજ જીતેનભાઇ, આનંદભાઇ, અમિત તથા મીનલ જનકભાઇ અનમના પિતાશ્રી તેમજ વેલબાઇ મુલજી વેલજી કોઠારી (વડોદરા)ના જમાઇનું તા.૧૩ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૧૫ના સાંજે ૫:૩૦ કલાકે પરાબજાર, ભીડભંજન મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

જયશ્રીબેન પટેલ

રાજકોટ : પટેલ ફુટવેરવાળા જામજોધપુરનાં વતની હાલ રાજકોટ પટેલ વિજયકુમાર મનસુખલાલના પત્ની જયશ્રીબેનનું દુબઇ ખાતે અવસાન થયેલ છે. સદ્ગતની સ્મશાન યાત્રા  તા.૧૫ના સવારે ૭ કલાકે તેમના નિવાસસ્થાન સોજીત્રાનગર પાણીનાં ટાંકા પાસેથી નિકળશે તેમજ તેજ દિવસે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ્થાને ઉઠમણું રાખેલ છે.

જયાબેન સેજપાલ

ટંકારા : જયાબેન હરિલાલ સેજપાલ (ઉ.વ.૯પ) તે સ્વ. હરિલાલ કાલીદાસ સેજપાલના પત્ની, વિઠ્ઠલદાસ, વિનોદભાઇ, વિજયભાઇ, હસુભાઇ, અશોકભાઇ, નવીનભાઇ, ભરતભાઇ, સંદીપભાઇના માતા, સ્વ. ચત્રભુજ નાનજીભાઇ કારીયા રાજકોટ વાળાના પુત્રી તથા રંજનબેન ભુપેન્દ્રકુમાર પારેખ ઉપલેટાવાળા, ધર્મિષ્ટાબેન ચેતનકુમાર સોમૈયા-આમરણવાળાના સાસુનું તા. ૧૧મીએ અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૧પ ને શુક્રવારના રોજ સાંજે પઃ૦૦ કલાકે શ્રી લોહાણા મહાજનવાળી ટંકારા રાખેલ છે.

ઉષાબેન કોટેચા

રાજકોટ,: ગં. સ્વ. ઉષાબેન વસંતલાલ કોટેચા શાહપુર ડી. બેતુલ - મધ્યપ્રદેશ નિવાસી તે સ્વ.પોપટલાલ નાગજીભાઇ મીરાણીના દીકરી તે અનિલભાઇ, મધુભાઇ તથા નરેશભાઇ મીરાણી અને મિતલ જયેન્દ્રભાઇ કકકડના સાસુનું તા.૧૩ના અવસાન થયેલ છે. જેમનું બેસણું કાશી વિશ્વનાથ મંદિરે તા.૧૪ના ગુરૂવારે સાંજે પ થી ૬ રાખેલ છે.

વિનોદભાઇ ગાલોરીયા

રાજકોટ,: વાણંદ વિનોદભાઇ મોહનભાઇ ગાલોરીયા તે ભાવેશભાઇ, મનોજભાઇ, ધનસુખના પિતાશ્રી તથા દિનેશભાઇ નારણભાઇના અદા તથા સ્વ.ગોરધનભાઇ હાડવેદના નાનાભાઇ તા.૧૧ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧પને શુક્રવારે ૪ થી ૬, ભાવનગર રોડ થોરાળા સ્કૂલ નં.ર૯ની પાછળ રામનગર શેરી નં.ર ખાતે રાખેલ છે.

શોભનાબેન સુબા

રાજકોટ,: શ્રીમતી શોભનાબેન સુબા જેઓ ધીરજલાલ નારણદાસ સુબાનાં ધર્મપત્ની, જોલી (જીજ્ઞાસા), હિરેન તથા રવિનાં માતુશ્રી અને ડો.મહેશ વારાનાં સાસુમાં તથા ધોરાજીવાળા હરિલાલ મુળજી કારીયાનાં દિકરી તા.૧૩ના શ્રીજી ચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને ગુરૂવારે સાંજે પ થી ૬, ભુતનાથ મહાદેવ મંદિર કોલેજ રોડ, જૂનાગઢ ખાતે ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે. માવતર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

પોપટભાઇ છનીઆરા

રાજકોટ,: ગુર્જર સુથાર છનીઆરા પોપટભાઇ હરીભાઇ (ઉ.વ.૯૩) તે નીતાબેન કોડીયાતર, ડો.આસિત છનીઆરા તથા વિરાજબેન નવાથેના પિતાશ્રીનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૧૪ના ગુરૂવારે સાંજે પ થી ૬ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦, ભકિતનગર સ્ટે. પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

અલ્કાબેન પરમાર

રાજકોટ,: લુહાર અલ્કાબેન સંજયભાઇ પરમાર (ઉ.વ.૪૮) તે સંજયભાઇ ભિખાભાઇ પરમારના ધર્મપત્ની, તે વિમલભાઇ તથા સંદિપભાઇના ભાભી, તે નંદાભાઇ પરસોત્તમભાઇ મકવાણાના દિકરી, મહેન્દ્રભાઇ, હરેશભાઇ તથા વિજયભાઇના બહેનનું અવસાન તા.૧૩ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું આજે સાંજે ૪ થી ૬, કલાકે રંગીલા હનુમાન મંદિર, વિવેકાનંદનગર-૧૪, કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.

મુકેશભાઇ ચાવડા

રાજકોટ,: સીધપુરીયા બારસાખ રાજપૂત સ્વ. મુકેશભાઇ ભીખુભાઇ ચાવડા, તે જસુભાઇ ભીખુભાઇ ચાવડા, બળવંતભાઇ ભીખુભાઇ ચાવડાના ભાઇ તથા રાજનભાઇ મુકેશભાઇ ચાવડાના પિતાશ્રીનું બેસણું તા.૧પ ને શુક્રવારના રોજ સાંજના સમય પ થી ૬ કલાકે શ્રી ગીતા મંદીર જંકશન પ્લોટ મેઇન રોડ જંકશન પોલીસ ચોકીની બાજુમાં રાખેલ છે. તેમની ઉતરક્રીયા તા.ર૧ને ગુરૂવારના રોજ નિવાસસ્થાને રાખેલ છે.

પ્રફુલચંદ્ર ભટ્ટ

કોડીનારઃ છારિયા ઉનેવાળ બ્રાહ્મણ સ્વ. વજેશંકર વેણીશંકર ભટ્ટના પુત્ર પ્રફુલચંદ્ર વી. ભટ્ટ (ઉ.વ. ૬૯) તે શશીકાંતભાઈ ભટ્ટ, જેન્તીભાઈ ભટ્ટ, મધુકાન્તભાઈના નાના ભાઈ અને અમિતભાઈ ભટ્ટના પિતાજી, એડવોકેટ સંજયભાઈ જોષીના ફુવા તથા ચંદ્રકાન્ત જટાશંકર જોષીના બનેવીનું તા. ૧૨ના રોજ જૂનાગઢમાં અવસાન થયુ છે. બેસણુ તા. ૧૫ શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન જૂનાગઢ કાન્તા સ્મૃતિ કોન્વેન્ટ સ્કૂલ પાછળ-જાફર મેદાન સામે ગાંધીગ્રામ ખાતે તેમજ કોડીનાર બ્રહ્મપુરીમાં તા. ૧૬-૯ શનિવારે   સાંજના   ૪ થી ૬  રાખેલ  છે.

પ્રભાબેન ભાડેશીયા

રાજકોટ : ગુર્જર સુથાર (અરણીટીંબાવાળા હાલ રાજકોટ) દયાળજીભાઇ દામજીભાઇ ભાડેશીયાના ધર્મપત્ની પ્રભાબેન (ઉ.વ. ૭૭) તે પ્રવિણભાઇ, બટુકભાઇ, જશવંતભાઇ, મીનાબેન કીરીટભાઇ ગુંદેચા, જયશ્રીબેન અશ્વિનભાઇ સુરેલીયાના માતુશ્રી, તેમજ રણછોડભાઇ અને ગોવિંદભાઇના બહેનનું તા. ૧૨ ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું આજે તા. ૧૫ ના શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૬ સુધી શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭-૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

અશોકભાઇ આહુજા

રાજકોટ : અશોકભાઇ હરીરામ આહુજા (ઉ.વ. ૬૯) તે વિજયભાઇ હરીરામ આહુજાના મોટાભાઇ, તથા સુનિલભાઇ (સુનિલ સિલેકશન) ના પિતાશ્રી, તેમજ મહેશભાઇ વાઢવાણી અને લખનભાઇ લાલવાણીના સસરા, તેમજ સાગર આહુજાના કાકાનું તા. ૧૩ ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું (પગડીયુ) તા. ૧૫ ના શુક્રવારે સાંજે ૫:૩૦ કલાકે તેમના નિવાસસ્થાને 'ભૂમી', પરસાણાનગર-૧ મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રભાબેન પીઠડીયા

રાજકોટ : દરજી મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિના પ્રભાબેન પ્રભુદાસભાઇ પીઠડીયા (ઉ.વ. ૮૦) (જામનગરવાળા) તે જયેશભાઇ અને ભુપેશભાઇના માતુશ્રીનું તા. ૧૩ ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું કાલે તા. ૧૫ ના શુક્રવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્થાને 'પ્રભુકૃપા, 'ગાંધીગ્રામ શેરી નં. ૭-બ, રાજકોટ ખાતે રાખેલ છે.

રમેશચંદ્ર દવે

રાજકોટ : ચા. મ. મોઢ બ્રાહ્મણ મુળ હરીપર કેરાળા હાલ માધાપર નિવાસી રમેશચંદ્ર નરોતમભાઇ દવે (ઉ.વ. ૪૫) તે ચંદ્રકાંત દવે (એસ. આર. પી.), ધીરજલાલ દવે (બીએસએનએલ), રાજુભાઇ દવે અને ભગવતીબેન છતરવાળાના નાનાભાઇનું તા. ૧૩ ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું કાલે તા. ૧૫ ના શુક્રવારે બપોરે ૩:૩૦ થી ૪:૩૦ ચા. મ. મો. બ્રા. બોર્ડીંગ, મીલપરા ગુલાબવાડી ખાતે રાખેલ છે.

વૃજલાલભાઇ પુરોહિત

ગોંડલ : શ્રી સોરઠીય શ્રીગૌડ માલવિય બ્રાહ્મણ મૂળ મોટા હડમતીયા હાલ ગોંડલ નિવાસી વૃજલાલભાઇ શિવલાલ પુરોહિત (ઉ.૯૦) તે સ્વ. બળવંતરાય તથા સ્વ. ભૂપતરાયના મોટા ભાઇ તેમજ કૌશિકભાઇ (પોસ્ટમેન)ના પિતા વિશુના દાદા તથા સ્વ. ચુનિલાલ રવિશંકર ભટ્ટ, સ્વ. શાંતિલાલ ભટ્ટ, તથા સ્વ. વનમાળીભાઇ ભટ્ટના બનેવીનું તા. ૧રના અવસાન થયેલ છે. સંયુકત બેસણુ તથા સાદડી તા. ૧૬ને શનિવારના રોજ ૪ થી ૬ કલાકે શ્યામ વાડી, સ્ટેશન પ્લોટ-ર, ગોંડલ ખાતે રાખેલ છે.

ધનજીભાઇ ગોરવાડીયા

રાજકોટ : ધનજીભાઇ રામજીભાઇ ગોરવાડીયા (ઉ.વ.૭૨) તે ડો. મનસુખભાઇ ગોરવાડીયાના મોટાભાઇ તેમજ હિતેષભાઇ અને કિશોરભાઇના પિતાશ્રી તેમજ રૂત્વીક અને સ્નેહના દાદાનું તા. ૧૩ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૫ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિનીવાડી, જુની જેલના જાપા સામે રાખેલ છે.

 

 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS