NRI Samachar

News of Wednesday, 13th September, 2017

‘‘દાંડિયા નાઇટ'': અમેરિકાના મિલપિટાસ કેલિફોર્નિયામાં ICCના ઉપક્રમે કરાયેલું આયોજનઃ ૧૫ સપ્‍ટેં. ૨૨ સપ્‍ટેં તથા ૨૯ સપ્‍ટેં.ના રોજ યોજાનારી દાંડિયા નાઇટમાં નામાંકિત ગૃપો ખેલૈયાઓને ઝુમાવશે

‘‘દાંડિયા નાઇટ'': અમેરિકાના મિલપિટાસ કેલિફોર્નિયામાં ICCના ઉપક્રમે કરાયેલું આયોજનઃ ૧૫ સપ્‍ટેં. ૨૨ સપ્‍ટેં તથા ૨૯ સપ્‍ટેં.ના રોજ યોજાનારી દાંડિયા નાઇટમાં નામાંકિત ગૃપો ખેલૈયાઓને ઝુમાવશે

         કેલિફોર્નિયાઃ અમેરિકામાં ઇન્‍ડિયા કોમ્‍યુનીટી સેન્‍ટર (ICC)ના ઉપક્રમે ૧૫ સપ્‍ટેં. ૨૦૧૭ શુક્રવારના રોજ દાંડીયા નાઇટનું આયોજન કરાયું છે પરપ, લોસ કોચીસ સ્‍ટ્રીટ મિલપિટાસ, કેલિફોર્નિયા ખાતે આવેલા ઇન્‍ડિયા કોમ્‍યુનીટી સેન્‍ટરમાં યોજાનાર આ દાંડીયા નાઇટનો સમય સાંજે ૭ વાગ્‍યાથી શરૂ થશે. જેમાં ડો.શિરવારી દિક્ષીત તથા ગૃપ ખેલૈયાઓને ઝુમાવશે.

         બાદમાં ૨૨ સપ્‍ટેં.ના રોજ ટહુકો તથા શારદા કલ્‍ચરલ ગૃપ તેમજ ૨૯ સપ્‍ટેં.ના રોજ માધવી મહેતા તથા આસીમ મહેતાનું ગૃપ ખેલૈયાઓને ઝુમાવશે દરેક વખતે સમય સાંજે ૭ વાગ્‍યાથી શરૂ થશે.

         પ્રોગ્રામમાં શામેલ થવા ICC મેમ્‍બર્સ માટે પ ડોલર તથા નોન મેમ્‍બર્સ માટે ૧૦ ડોલર તેમજ ડોર ઉપર ટિકિટ મેળવતી વખતે ICC મેમ્‍બર્સ માટે ૧૦ ડોલર તથા નોન મેમ્‍બર્સ માટે ૧૫ ડોલર ફી રાખવામાં આવી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે દાંડીયા સ્‍ટીક ડોર ઉપરથી ખરીદી શકાશે.

         વિશેષ માહિતિ માટે ઇમેલ events@indiacc.org દ્વારા અથવા કોન્‍ટેક નં. ૪૦૮-૯૩૪-૧૧૩૦ દ્વારા સંપર્ક સાધવાનું સમાચાર સૂત્રોએ જણાવ્‍યું છે.

          

 (09:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS