NRI Samachar

News of Wednesday, 13th September, 2017

DACA રદ કરવાના નિર્ણયને યોગ્‍ય ગણાવતા રિપબ્‍લીકન જોહનના મંતવ્‍યનો જડબાતોડ જવાબ આપતા કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલ : બાળપણથી અમેરિકામાં સ્‍થાયી થયેલા વિદેશીઓએ રોજી છીનવવાનું નહીં પરંતુ રોજગારીના નિર્માણનું કામ કર્યુ છે : ગેરકાયદે ઇમીગ્રન્‍ટસ ગણાતાં આ વિદેશીઓ દ્વારા ચુકવાતા ટેકસનું પુરૂ વળતર મેળવવાનો પણ તેઓ હકક ધરાવતા નથી

         વોશીંગ્‍ટન : અમેરિકાના પૂર્વ પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ અમલી બનાવેલ ‘‘ડીફર્ડ એકશન ચાલ્‍ડહૂડ એરાઇવલ્‍સ'' (DACA) રદ કરવા તથા સ્‍થાનિક અમેરિકન પ્રજાજનોની રોજગારી જાળવી રાખવા એક રિપબ્‍લીકન જોહનએ ‘‘વોશીંગ્‍ટન જર્નલ'' દ્વારા ઠાલવેલ વરાળનો શાંતિ તથા ધીરજપૂર્વક ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસ જીવન સુશ્રી પ્રમિલા જયપાલએ જવાબ આપ્‍યો હતો.

         તેમણે જણાવ્‍યું હતું કે બાળપણથી જ અમેરિકામાં સ્‍થાયી થયેલા વિદેશીઓએ હકીકતમાં ઓછા વળતરે વધુ કામ આપ્‍યુ છે. તેમણે રોજગારી છીનવવાનું નહીં પરંતુ તેના નિર્માણનું કાર્ય કર્યુ છે. એટલું જ નહિ તેઓ પોતાની આવકમાંથી જે ટેકસ ચુકવે છે તેનો પુરો લાભ મેળવવા માટે હકકદાર થયા નથી. તેથી તેમને મળેલો કામ  કરવાનો હકક છીનવી લેવાનો કે દેશનિકાલ કરવાનો પ્રશ્ન અસ્‍થાને છે.

         સુશ્રી પ્રમિલા ૧૬ વર્ષના ઉંમરે પરિવાર સાથે અમેરિકામાં સ્‍થાયી થતા હતાં. તેઓ વોશીંગ્‍ટનના ડેમોક્રેટિક કોંગ્રેસવુમન છે. તથા AAPI આયોજીત પ્રોગ્રામમાં તેઓ બોલી રહ્યા હતાં.

 (09:09 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS