Mukhy Samachar

News of Thursday, 14th September, 2017

રામ રહીમ ગુફામાં સાધ્વીઓ સાથે નિર્વસ્ત્ર રહેતો હતો

એક પુર્વ સાધ્વીનો ધડાકોઃ હનીપ્રીત અને બાબા વચ્ચે પિતા-પુત્રીના સંબંધ નથી

રામ રહીમ ગુફામાં સાધ્વીઓ સાથે નિર્વસ્ત્ર રહેતો હતો

   ચંડીગઢ તા.૧૪ : ડેરા સચ્ચા સોદા સિરસાની એક પુર્વ સાધ્વીએ ડેરા પ્રમુખ બાબા ગુરમીત રામ રહીમની ગુફાને લઇને જે ખુલાસાઓ કર્યા છે તે ચોંકાવનારા અને રૂવાડા ઉભા કરી દયે તેવા છે એક વખત ડેરામાં રહી ચુકેલી પંજાબ નિવાસી આ પુર્વ સાધ્વીએ ડેરાને લઇને ગઇકાલે મીડીયા સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, રામ રહીમ કોઇ સંત ન હતો. તે પોતાની ગુફામાં કપડા વગર રહેતો હતો અને યુવતીઓને બોલાવતો હતો.

   ડેરાની આ પુર્વ સાધ્વીએ ખુલાસો કરતા કહ્યુ હતુ કે, ગુફા બાબાનો આવાસ નહોતી પરંતુ તેની ઐય્યાસીનો અડ્ડો હતો. આરોપ છે કે રામ રહીમ ગર્લ્સ હોસ્ટેલથી છોકરીઓ અને સાધ્વીઓને બોલાવતો હતો. ગુફામાં અશ્લીલ ફિલ્મો અને ડાન્સ થતો હતો.

   આ પુર્વ સાધ્વીએ કહ્યુ હતુ કે, મેં ખુદ બાબાને પાંચ છોકરીઓ સાથે હતો આ બધુ જોયા બાદ હું એ સમયે જ ગુફાની બહાર નીકળી ગઇ અને બાદમાં ડેરાને રામરામ કરી દીધા હતા.

   પુર્વ સાધ્વીનો આરોપ છે કે હનીપ્રીત અને ડેરા પ્રમુખ વચ્ચે જે પ્રકારે મેળાપ થતો હતો તે કોઇપણ પ્રકારે પિતા-પુત્રીનો નહોતો. કહેવાય છે કે હનીપ્રીત બાબા માટે કડવા ચોથનું વ્રત પણ રાખતી હતી.

 (10:52 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો