Mukhy Samachar

News of Thursday, 14th September, 2017

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપના એંધાણઃ શિવસેના અને એનસીપીના ૧૨ થી ૧૬ સાંસદો ભાજપમાં જોડાશે ?

ભાજપે ૨૦૧૯માં મિશન ૩૫૦ની તૈયારી શરૂ કરી દીધીઃ ગુંગણામણ અનુભવતા નેતાઓ માટે દરવાજા ખોલ્યા

   મુંબઈ, તા. ૧૪ :. કોંગ્રેસના નેતા નારાયણ રાણે તેમ જ શિવસેનાના સંસદ સભ્ય શ્રીરંગ બારણે અને શિવાજીરાવ આઢળરાવ-પાટીલના બીજેપીમાં પ્રવેશના મુરતની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા ચાલે છે ત્યારે વધુ એક રાજકીય ધરતીકંપની શકયતા ઉભી થઈ છે. શિવસેના, એનસીપી તથા અન્ય પક્ષોના મહારાષ્ટ્રના લગભગ બારથી ૧૬ સંસદ સભ્યો બીજેપીમાં જોડાવાની તૈયારીમાં હોવાનો દાવો બીજેપીના નેતાઓએ કર્યો છે. રાજ્યના દોઢેક ડઝન સંસદ સભ્યોની બીજેપીના વરિષ્ઠ નેતાઓ સાથે વાટાઘાટો ચાલતી હોવાનું આધારભૂત વર્તુળોએ જણાવ્યુ હતું.

   કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં સત્તાધારી બીજેપીએ લોકસભાની આગામી ચૂંટણીમાં આખા દેશમાંથી ૩૫૦ કરતા વધારે સંસદ સભ્યોનો ટાર્ગેટ પાર કરવા માટે અત્યારથી જોરદાર તૈયારીઓ શરૂ કરી છે. બીજેપીના નેતાઓ અન્ય પક્ષોના સંસદ સભ્યોને 'બીજેપીમાં આપનુ સ્વાગત છે' એમ કહીને ખુલ્લુ આમંત્રણ પણ આપે છે. એ ભૂમિકાને ધ્યાનમાં રાખતાં રાજ્યના બીજેપીના આગેવાનો અને લોકપ્રતિનિધિઓ અવારનવાર અન્ય પક્ષોના ચર્ચાસ્પદ નેતાઓનું સ્વાગત કરતા પણ જોેવા મળે છે. અન્ય પક્ષોમાં ગૂંગળામણ અનુભવતા નેતાઓને માટે બીજેપીના દરવાજા હંમેશા ખુલ્લા હોવાનું બીજેપીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.

   પક્ષ કે નેતૃત્વ તરફ નાખુશ લોકો બીજેપીમાં પ્રવેશવા ઈચ્છતા હોય તો તેમના માટે દરવાજા ખુલ્લા હોવાનું બીજેપીના પ્રવકતા માધવ ભંડારીએ જણાવ્યુ હતું. બીજેપીમાં લોેકસભાની આગામી ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ચૂકી હોવાનું પણ માધવ ભંડારીએ જણાવ્યુ હતુ. શિવસેનાના સંસદ સભ્ય શ્રીરંગ બારણે અને શિવાજીરાવ આઢળરાવ-પાટીલની બીજેપીના વરિષ્ઠ નેતાઓ સાથે મીટીંગ થઈ ચૂકી હોવાના સમાચારોને પગલે માધવ ભંડારીનું આ સ્ટેટમેન્ટ મહત્વપૂર્ણ ગણાય છે.

   અન્ય પક્ષોના પંદરેક વિધાનસભ્યો સાથે પણ મંત્રણાઓ ચાલતી હોવાનો દાવો પક્ષના મહામંત્રી અને પિંપરી-ચિંચવડના નેતા સારંગ કામટેકરે કર્યો હતો. શિવસેના, એનસીપી અને અન્ય પક્ષોના લગભગ દોઢ ડઝન સંસદ સભ્યો બીજેપીમાં સામેલ થવા ઉત્સુક હોવાનો દાવો બીજેપીના નેતાઓએ કર્યો હતો.

   મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકોમાંથી ૩૫ બેઠકો પર ઉમેદવારી કરવાની જાહેરાત શિવસેના તરફથી કરવામાં આવી હતી, પરંતુ શિવસેના અને બીજેપીનું ગઠબંધન થાય તો શિવસેના માટે પચીસ કરતા વધારે બેઠકો બીજેપી છોડે નહીં. એ સંજોગોેમાં શિવસેના તરફથી બીજેપીની દિશામાં ધસારો થવો આશ્ચર્યજનક ન હોવાનું રાજકીય નિરીક્ષકો માને છે.(૨-૧)

 (10:11 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો