Mukhy Samachar

News of Thursday, 14th September, 2017

મોદીરાજમાં ક્રુડ પ૩% સસ્તુ છતાં પેટ્રોલ-ડિઝલ મોંઘાદાટ

ક્રુડનો ભાવ ર૦૧૪ની સરખામણીએ અડધો થયો હોવા છતાં ઇંધણ મોંઘુ બન્યુ

મોદીરાજમાં ક્રુડ પ૩% સસ્તુ છતાં પેટ્રોલ-ડિઝલ મોંઘાદાટ

   નવી દિલ્હી તા.૧૪ : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ વર્ષ ર૦૧૪ની સરખામણીમાં અડધો થયો હોવા છતાં દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ અત્યાર સુધીના ઉચ્ચસ્તર ઉપર પહોંચી ગયા છે.

   કેન્દ્ર સરકારના ૩ વર્ષના કાર્યકાળમાં ક્રુડનો ભાવ પ૩ ટકા સુધી ઘટી ગયો છે. આમ છતાં ગઇકાલે મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૮૦ રૂ. તો દિલ્હીમાં ૭૦.૩૮ રૂ. પ્રતિ લીટર થઇ ગયો છે.

   પેટ્રોલના ભાવમાં આ બેહિસાબ વધારો આ વર્ષના ૧૬ જુનથી લાગુ કરવામાં આવેલ રોજીંદી ભાવનીતિની વ્યવસ્થા ઉપરાંત કેન્દ્ર અને રાજયો દ્વારા પોતાની કમાણી વધારવા માટે વધુ કર વસુલી પણ ગણવામાં આવે છે. ત્રણ વર્ષ દરમિયાન ડિઝલ પર એકસાઇઝ ડયુટી ૩૮૦ ટકા તો પેટ્રોલ પર ૧ર૦ ટકા વધારવામાં આવી છે એટલુ જ નહી રોજ ભાવ નક્કી થવાના બે મહિનામાં જ પેટ્રોલ પ રૂ. પ્રતિલીટર મોંઘુ થઇ ગયા છે.

   ભાજપ જયારે વિપક્ષમાં હતુ અને લોકસભાની ચૂંટણી આવી ત્યારે ભાજપે ઇંધણના ભાવને મોટો મુદો બનાવ્યો હતો. સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે ૩ વર્ષમાં પેટ્રોલ અને ડિઝલ પર એકસાઇઝ ડયુટીમાં ૧૧ વખત ફેરફારો કર્યા છે.

   ર૦૧૪ની ૧લી જુલાઇએ ક્રુડનો ૧૧ર ડોલર હતો જે આજે પ૪ ડોલર છે. તે વખતે પેટ્રોલ ૭૩ હતુ અને આજે ૭પ રૂ. છે. ડિઝલ પ૮ રૂ. હતુ જે આજે ૬૧ રૂ. છે. પેટ્રોલ પર સૌથી વધુ ૪૯ ટકા વેટ મહારાષ્ટ્રમાં લાગે છે. જયારે આંધ્રમાં ડિઝલ ૩૧.૬ ટકા ટેકસ લાગે છે.

 (10:11 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો