Mukhy Samachar

News of Thursday, 14th September, 2017

નવી દિલ્હીઃ જમ્મુ-રાજધાની એકસપ્રેસ પાટા ઉપરથી ઉતરી

ટ્રેનો પાટા ઉપરથી ઉતરે એ સિલસિલો ચાલુ જ છેઃ આજે નવી દિલ્હીની ઘટના

નવી દિલ્હીઃ જમ્મુ-રાજધાની એકસપ્રેસ પાટા ઉપરથી ઉતરી

   નવી દિલ્હી તા.૧૪ : દેશમાં ટ્રેન અકસ્માતો અટકવાનુ નામ નથી લેતા, આજે સવારે દિલ્હીમાં જમ્મુ-રાજધાની એકસપ્રેસ પાટા ઉપરથી ઉતરી ગઇ. ટ્રેન જમ્મુથી દિલ્હીથી આવી રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માત નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પાસે સવારે -ર૦ કલાકે સર્જાયો હતો.

   જાણવા મળે છે કે પ્લેટફોર્મ પર જતી વેળાએ જમ્મુ-રાજધાની એકસપ્રેસનો એક ડબ્બો પાટા ઉપરથી ઉતરી ગયો હતો. ડબ્બાને ગાર્ડ કમ્પાર્ટમેન્ટ ગણવામાં આવી રહ્યો છે. અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી.

   ગયા સપ્તાહે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નજીક રાંચી રાજધાની એકસપ્રેસ પણ પાટા ઉપરથી નીચે ઉતરી ગઇ હતી. જો કે અકસ્માતમાં કોઇને ઇજા થઇ હતી તો યુપીના સોનભદ્રમાં શકિતપુંજ એકસપ્રેસના ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા.

 (09:52 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો