Mukhy Samachar

News of Thursday, 14th September, 2017

બુલેટ ટ્રેનનો શિલાન્યાસઃ પ લાખ કરોડના ઐતિહાસિક કરારો

મોદી અને શિંજોએ આજે સવારે ૧.૦૮ લાખ કરોડના ખર્ચવાળા બુલેટ ટ્રેન પ્રોજેકટનો શિલાન્યાસ કર્યોઃ ર૦રર સુધીમાં પુરો થશે પ્રોજેકટઃ ભારત-જાપાન વચ્ચે ૧પથી વધુ કરારોઃ જાપાનની કંપનીઓ ગુજરાતમાં કરશે પ લાખ કરોડનું રોકાણઃ ડિફેન્સ, પરિવહન, ઓટોમોબાઇલ સહિતના સેકટરમાં જાપાનને રસઃ મહાત્મા મંદિર ખાતે ભારત-જાપાન શિખર મંત્રણાઃ સાંજે સાયન્સ સીટીમાં ડિનરઃ રાત્રે શિંજો ટોકિયો જવા રવાના થશે

બુલેટ ટ્રેનનો શિલાન્યાસઃ પ લાખ કરોડના ઐતિહાસિક કરારો

         અમદાવાદ તા.૧૪ : જાપાનના વડાપ્રધાન શિંજો આબેની ભારતની મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે સવારે સાબરમતી ખાતે અમદાવાદ મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના .૦૮ લાખ કરોડના પ્રોજેકટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યુ છે. પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રેલ્વે મંત્રી પીયુષ ગોયલ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મંત્રીમંડળના સભ્યો વગેરે હાજર રહ્યા હતા. મુંબઇથી અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ૦૮ કિ.મી.નું અંતર માત્ર થી કલાકમાં પુરૂ કરશે. હાલ થી કલાક લાગે છે. ટ્રેનની ઝડપ ૩ર૦ કિ.મી. પ્રતિકલાક રહેશે. ટ્રેન રૂ થવાથી મેઇક ઇન ઇન્ડિયાને વધુ બળ મળશે કારણ કે ભારતમાં તેના ઉપકરણ અને કોચ બનશે. સિવાય આજે બંને દેશો વચ્ચે લાખ કરોડ રૂપિયાના ૧પ જેટલા કરારો પણ કરવામાં આવી રહ્યા છે.

         બુલેટ ટ્રેન પ્રોજેકટ ર૦રર પહેલા પુરો કરવામાં આવશે. પાંચ વર્ષમાં પ્રોજેકટ પુરો કરવામાં આવશે. જે દરમિયાન રોજ ર૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ટ્રેનમાં ૭પ૦ લોકો એક સાથે યાત્રા કરી શકશે અને રોજ ૩૬૦૦૦ લોકો અવરજવર કરી શકશે. દરેક દિવસે એક તરફથી ૩પ ટ્રેન દોડશે. સાબરમતી રેલ્વે સ્ટેશનથી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ મુંબઇ વચ્ચે પ૦૮ કિ.મી.નું અંતર છે તે ટ્રેન પુરૂ કરશે. કુલ ૧ર સ્ટેશનો હશે. ટ્રેનનું ભાડુ ર૭૦૦ થી ૩૦૦૦ રૂ. રાખવામાં આવે તેવી શકયતા છે. પ્રોજેકટથી અપ્રત્યક્ષ રીતે ૧૬૦૦૦ લોકોને રોજગાર મળશે. પ્રોજેકટથી ૭૦ ટકાથી વધુ સમયની બચત થશે. વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. આનાથી દેશના વિકાસના નવા દ્વાર પણ ખુલશે.

         દરમિયાન આજે મહાત્મા મંદિર ખાતે બંને દેશો વચ્ચે શિખર મંત્રણા પણ થઇ છે. ડેલીગેશન લેવલની પણ મંત્રણા થઇ છે. ભારત અને જાપાનના ઉદ્યોગપતિઓ વચ્ચે પણ બપોરે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. બંને દેશો વચ્ચે લાખ કરોડના કરારો પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં ડિફેન્સ, ઓટોમોબાઇલ, ટ્રાન્સપોર્ટ જેવા સેકટરનો સમાવેશ થયો છે. જાપાનની ૧પ જેટલી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરશે. અલંગ શીપબ્રેકીંગ યાર્ડના વિકાસ માટે ૮પ૦ કરોડના એમઓયુ કરવામાં આવી રહ્યા છે. ૧૦૦ જેટલી કંપનીઓ કારોબાર માટે ભારત આવી રહી છે તેવુ જાપાનના વડાપ્રધાને જણાવ્યુ છે.

         ભારત અને જાપાન વચ્ચે સહકારના નવા સંબંધો ખુલ્યા છે. છેલ્લા ૧૦ વર્ષમાં જાપાનની એફડીઆઇમાં વધારો થયો છે. બંને દેશો વચ્ચે ન્યુકિલઅર કોઓપરેશન પણ થઇ રહ્યુ છે. ભારત અને જાપાન વચ્ચે આજે ચોથુ વાર્ષિક સમીટ પણ યોજવામાં આવી રહ્યુ છે.

         આજે જાપાનના વડાપ્રધાન દાંડીકુટીર સંગ્રહાલય પણ ગયા હતા. સાંજે વાગ્યા બાદ તેઓ ભારત-જાપાન બીઝનેસ કલામીંગ સંમેલનમાં ભાગ લેશે. સાંજે જાપાનના વડાપ્રધાનના સન્માનમાં સાયન્સ સીટીમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યુ છે. રાત્રે -ર૦ કલાકે તેઓ અમદાવાદથી ટોકિયો જવા રવાના થશે. (-)

          

            બુલેટ ટ્રેન પ્રોજેકટથી મેઇક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશેઃ પીયુષ ગોયલઃ ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક છેઃ દેવેન્દ્ર ફડણવીસ

            અમદાવાદ : રેલ્વે મંત્રી પીયુષ ગોયલે કહ્યુ છે કે આ યોજનાથી મેઇક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે અને લોકોને રોજગાર મળશેઃ રેલ યાત્રાની ઘટનાથી જ મહાત્મા ગાંધીને પ્રેરણા મળી હતીઃ આ બુલેટ ટ્રેન ભારત જાપાનના લોકો વચ્ચે ભાઇચારાનું પ્રતિક બનશેઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે કહ્યુ છે કે આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક છે આજે માત્ર બુલેટ ટ્રેનની નહી પરંતુ ન્યુ ઇન્ડિયાની પણ શરૂઆત થઇ છે.

             

 (09:52 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો