Mukhy Samachar

News of Thursday, 14th September, 2017

ધાર્મિક સ્કુલમાં ભયાનક આગઃ ર૩ બાળકો સહિત રપના મોત

મલેશિયાના પાટનગર કુઆલાલમ્પુરની ઘટના

   કુઆલાલમ્પુર તા.૧૪ : આજે સવારે મલેશિયાના પાટનગર કુઆલાલમ્પુરની એક ધાર્મિક સ્કુલમાં આગ લાગતા ર૩ બાળકો સહિત રપ લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો હોવાથી ભારે અરેરાટી ફેલાઇ છે.

   આજે સવારે સ્કુલની બિલ્ડીંગના ત્રીજા માળે આગ ફાટી નીકળી હતી. આજે સવારે -૧પ કલાકે આગ લાગી હતી તે પછી સીટી ફાયર અને રેસ્કયુ વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટનામાં અનેક બાળકોને ઇજા પણ થઇ છે જેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે.

   એક અધિકારીના જણાવ્યા પ્રમાણે મૃતદેહોને બિલ્ડીંગમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. ઘટના પર મલેશિયાના વડાપ્રધાન નઝીબ રજાકે શોક જાહેર કર્યો છે. આગનુ કારણ જાણી શકાયુ નથી.

 (09:51 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો