Mukhy Samachar

News of Thursday, 14th September, 2017

હાફીઝ સઇદે રચ્યું મોદીની હત્યાનું ષડયંત્ર

ગુપ્તચર રિપોર્ટમાં ધડાકોઃ હાફીઝને આ માટે હિઝબુલનું પણ સમર્થન

હાફીઝ સઇદે રચ્યું મોદીની હત્યાનું ષડયંત્ર

   નવી દિલ્હી તા.૧૪ : ત્રાસવાદી સંગઠન લશ્કર તોઇબા એક મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યુ છે. ગુપ્તચર રિપોર્ટ અનુસાર સંગઠન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનુ ષડયંત્ર રચી રહ્યુ છે. ત્રાસવાદી હાફીઝ સઇદ માટે પ્લાન તૈયાર કરી રહ્યો છે.

   ગુપ્તચર રિપોર્ટ અનુસાર પાકિસ્તાની ત્રાસવાદી હાફીઝ સઇદ માટે સમગ્ર યોજના બનાવી રહ્યો છે. તેને માટે હિઝબુલ મુજાહિદ્દીનનું સમર્થન પણ મળ્યુ છે. અત્રે નોંધનીય છે કે હાફીઝ સઇઝ ર૬/૧૧ મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ છે.

    પહેલા પણ એક વખત ગુપ્તચર રિપોર્ટ મળ્યો હતો કે લંડનમાં બેઠેલા કેટલાક ત્રાસવાદીઓ મોદી અને યુપીના સીએમ યોગીની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે તે પછી બધાને એલર્ટ કરી દેવાયા હતા અને સુરક્ષા મજબુત કરી દેવામાં આવી હતી.

   હાફીઝ સઇદ ૩૧મી જાન્યુઆરીથી પાકિસ્તાનમાં નજર કેદ છે. આમ છતાં તે બેફામ બની ષડયંત્ર ઘડી રહ્યો છે. જે આશ્ચર્ય પમાડે છે.(-)

 (09:51 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો