Mukhy Samachar
rss-feed-icon
Bullet

શિકાગો આર્ટ સર્કલના ઉપક્રમે ભારતના સુપ્રસિધ્‍ધ ગાયકો આશિત તથા હેમા દેસાઇના સુર સંગમના ભવ્‍ય કાર્યક્રમનું કરવામાં આવેલુ આયોજનઃ ૧૬મી સપ્‍ટેમ્‍બરને રવીવારે આ સંગીતના કાર્યક્રમનો લાભ લેવા માટે ભોજન સહિત ૨૫ ડોલર પ્રવેશ ફી પેટે દરેક વ્‍યક્‍તિએ આપવાના રહેશેઃ શિકાગોની જનતાને આ સુઅવસરનો લાભ લેવા નમ્ર વિનંતી (12:31 am IST)

Bullet

‘‘બોડી ટોક'': યુ.એસ.માં રિવાયર કોમ્‍યુનીટી, બે એરિયા સાઉથ એશિયન નેટવર્ક ઓફ થેરાપિસ્‍ટસ, તથા ઇન્‍ડિયન કોમ્‍યુનીટી સેન્‍ટરના ઉપક્રમે કરાયેલું આયોજનઃ ICC મિલ્‍પીટાસ કેલિફોર્નિયા મુકામે ૧૬ સપ્‍ટેં. શનિવારે યોજાનારા વર્કશોપમાં ICC મેમ્‍બર્સ માટે વિનામૂલ્‍યે પ્રવેશઃ મહિલાઓને આત્‍મવિશ્વાસ સાથે બોડી ઇમેજ અંગે માર્ગદર્શન અપાશે (09:08 pm IST)

Bullet

DACA રદ કરવાના નિર્ણયને યોગ્‍ય ગણાવતા રિપબ્‍લીકન જોહનના મંતવ્‍યનો જડબાતોડ જવાબ આપતા કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલ : બાળપણથી અમેરિકામાં સ્‍થાયી થયેલા વિદેશીઓએ રોજી છીનવવાનું નહીં પરંતુ રોજગારીના નિર્માણનું કામ કર્યુ છે : ગેરકાયદે ઇમીગ્રન્‍ટસ ગણાતાં આ વિદેશીઓ દ્વારા ચુકવાતા ટેકસનું પુરૂ વળતર મેળવવાનો પણ તેઓ હકક ધરાવતા નથી (09:09 pm IST)

Bullet

શિકાગોના જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટ સેન્‍ટરમાં દિગમ્‍બર સમાજના દસ લક્ષણા મહાપર્વની થયેલી શાનદાર ઉજવણીઃ તપસ્‍વીઓના માનમાં સામુહિક પારણાંઓનું થયેલું આયોજન તથા પારણા સમિતિ દ્વારા તમામ તપસ્‍વીઓનું કરવામાં આવેલુ બહુમાન તેમજ સ્‍વામી વાત્‍સલ્‍ય બાદ સાંજીના કાર્યક્રમનું કરાયેલું આયોજન તેમાં મોટી સંખ્‍યામાં જૈન સેન્‍ટરના સભ્‍યોએ ભાગ લીધોઃ સપ્‍ટેમ્‍બર માસની ૨૨મી તારીખ તથા ૨૩મી તારીખે રાસ ગરબા ઉત્‍સવ ઉત્‍સવ યોજાશે અને દરેક વ્‍યક્‍તિએ પ્રવેશ મેળવવા માટે જરૂરી ફી આપવાની રહેશે (12:35 am IST)

Bullet

યુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્‍ડ મુકામે આજ ૧૪ સપ્‍ટેં.થી ૨૦ સપ્‍ટેં.૨૦૧૭ દરમિયાન ‘‘શ્રીમદ ભાગવત કથા'': પૂજય લાલ ગોવિંદદાસજી વ્‍યાસાસને બિરાજી હિન્‍દી ભાષામાં સંગીમય શૈલી સાથે કથાનું રસપાન કરાવશેઃ આગામી ૨૧ થી ૨૯ સપ્‍ટેં. દરમિયાન નવરાત્રિ મહોત્‍સવ ઉજવાશેઃ ટેકસાસના અસરગ્રસ્‍તો માટે ટેકસ ફ્રી ડોનેશન આપવા મંદિરનો સંપર્ક સાધવા અનુરોધ (12:06 am IST)

 
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS