Samachar Business

News of Thursday, 14th September, 2017

ભાવ ઊંચકાયા પણ રોકાણકારો નિરૂત્સાઃ ઇકવીટી માર્કેટમાં ઊંચા વળતરથી સોનાની માંગમાં ઘટાડો!

ભાવ ઊંચકાયા પણ રોકાણકારો નિરૂત્સાઃ  ઇકવીટી માર્કેટમાં ઊંચા વળતરથી સોનાની માંગમાં ઘટાડો!

   રાજકોટ, તા.૧૪ : ચાલુ મહિનાની રૂઆતમાં સોનાના ભાવમાં ઝડપી ઉછાળો જોવાયો હતો. છતાં રોકાણકારોની કોઈ માંગ નહિ હોવાનું વેપારી સૂત્રો જણાવી રહ્યાં છે. જાણકારોના માનવા મુજબ સોનાના ભાવ વધ્યા છતાં તેજી લાંબો સમય ટકશે કે કેમ તે અંગે અવઢવ છે.

   બીજીતરફ પીળી ધાતુમાં કિંમતમાં વધારાથી રોકાણકારો નિરૂત્સાહ રહ્યાં હતા કેમ કે ઇકિવટી માર્કેટ સારૂ વળતર આપી રહ્યું છે. વર્ષ ૨૦૧૭ના બીજા છમાસિક ગાળામાં રોકાણની માંગમાં ૨૬ ટકાનો વધારો થઈ રહ્યો છે.

   ઉત્તર કોરિયા વધારે મિસાઇલ્સ લોંચ કરશે તેવી સંભાવનાના કારણે વૈશ્વિક તણાવ વચ્ચે સોનાના ભાવમાં વધારો થયો હતો. તબક્કે એવી આગાહી કરવી મુશ્કેલ હતી કે કિંમત વધારે વધશે કે નહીં અથવા તેજી ચાલુ રહેશે કે કેમ? વધતા જતા ભાવના કારણે માંગ પર થોડો ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં ગ્રાહકોએ  થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી.

   સોનાના ભાવ આગલા સેશનમાં એક વર્ષની ઊંચી સપાટી પર પહોંચ્યા બાદ સપ્તાહના પ્રારંભે સોમવારે સોનામાં ઘટાડો નોંધાયો હતો. ડોલર તેના આગલા સપ્તાહની નીચી સપાટીથી સુધર્યો હતો. હાજર સોનું . ટકા ઘટીને ઔંસ દીઠ ૧૩૩૭.૬૧ ડોલર હતું. આઠ સપ્ટેમ્બરે વધીને ૧૩૫૭.૫૪ ડોલર નોંધાયું હતું, જે ૧૬ ઓગસ્ટ ૨૦૧૬ પછીની સર્વોચ્ચ સપાટી હતી.

 (09:08 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS