Samachar Business

News of Thursday, 14th September, 2017

તહેવારોની સીઝનમાં ખાદ્યતેલમાં તેજી અટકશે?

આયાત ડ્યુટી વધ્યા બાદ ભાવમાં ૧૦ ટકાનો ઉછાળો

તહેવારોની સીઝનમાં ખાદ્યતેલમાં તેજી અટકશે?

   રાજકોટ, તા.૧૪ : તહેવારોની સીઝનમાં ખાદ્ય તેલમાં જોરદાર તેજી નોંધાઈ રહી છે, નવલા નવરાત્રી અને દીપાવલી તહેવારોમાં ભાવમાં તેજી અટકશે તેવી ચર્ચા જાગી છે. ગયા મહિને ખાદ્યતેલની આયાત ડ્યુટીમાં વધારો કરાયા બાદ ભાવમાં ૧૦ ટકાનો ઉછાળો નોંધાઈ ચુકયો છે. સ્થાનિક બજારમાં ખાદ્ય તેલની કિંમત પાછલા મહિનાની ટોચની સપાટીએ પહોંચ્યા વાયદામાં ક્રૂડ પામ તેલ અને સોયા તેલ લદભગ મહિનાના ઉપલા સ્તરે કારોબાર કરી રહ્યાછે.

   સૌરાષ્ટ્રમાં મગફળીનાં ભાવ હાલ વિક્રમી તળિયે પહોંચ્યાં હોવા છતા પણ તેલનાં ભાવ પ્રમાણમાં ઓછા ઘટયાં છે.

   સૌરાષ્ટ્રનાં માર્કેટિંગ યાર્ડોમાં જૂની મગફળીની આવક ઉપરાંત નવી મગફળીની આવકો ધીમી ગતિએ રૂ થઇ ગઇ છે.  સારા વરસાદને પગલે મગફળીનું વિક્રમી ઉત્પાદન થવાનાં અંદાજો મૂકાય રહ્યાં છે, જેને પગલે સિંગતેલ પણ સસ્તુ થવાની આશા ગ્રાહકો રાખી રહ્યાં છે.

 (09:05 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS