Samachar Business

News of Thursday, 14th September, 2017

ભાવ ઉછળતા બજારમાં જુના સોનાની સપ્લાઈ વધી

ભાવ વધારાથી નફારૂપી વેચવાલી અને સંકટના સાથી એવા જુના સોનાનો મોટો પ્રવાહ બજારમાં ઠલવાયોઃ નવી માંગમાં ઘટાડો

ભાવ ઉછળતા બજારમાં જુના સોનાની સપ્લાઈ વધી

   રાજકોટ, તા.૧૪ : સોનાના ભાવમાં ગયા અઠવાડિયે થયેલ જબરા વધારાને પગલે બજારમાં જુના સોનાની સપ્લાયમાં પણ વધારો થયો છે. સોનાના ભાવમાં તેજીને ભારતીય પરિવારો ભાવવધારાનો લાભ લેવા જૂનું સોનું વેચી રહ્યા હોવાનું દેશના બુલિયન ડીલર્સ તથા જવેલર્સએ જણાવી રહ્યાં છે. તેઓના કથન મુજબ જૂના સોનાના સપ્લાયમાં ૨૦ ટકાનો વધારો થયો છે. બજારમાં સોનાનો ભાવ ૩૦ હજારની સપાટી કુદાવતા નવા સોનાની માંગમાં ઘટાડો થયો છે.

   અલબત્ત સોનાનો ભાવ વધીને ૧૦ ગ્રામ દીઠ ૩૦,૦૦૦ને પાર કરી ગયો હોવા છતાં સ્થાનિક બજારમાં ટ્રોય ઔંસ દીઠ પાંચ ડોલરના ડિસ્કાઉન્ટ સાથે મળતું હતું. દરમિયાન એસો. ઓફ ગોલ્ડ રિફાઇનરીઝ એન્ડ મિન્ટ્સના સેક્રેટરી જેમ્સ હોઝેએ જણાવ્યું હતું કે, છેલ્લા સપ્તાહથી જૂના સોના તથા સોનાના ભંગારના સપ્લાયમાં ૨૦ ટકાનો વધારો થતા રિફાઇનિંગ કામગીરી વધી હતી. એક અંદાજ મુજબ ભારતીય પરિવારો પાસે આશરે ૨૨,૦૦૦ ટન સોનું સંગ્રહાયેલું છે.

   બીજીતરફ જુના સોનાના વેચવાલી માટે એમ પણ મનાય છે કે ગ્રામીણ ભારતના કેટલાક હિસ્સા પૂરગ્રસ્ત હોવાથી પોતાની ખોટને સરભર કરવા માટે જૂનું સોનું વેચી રહ્યા છે. તથા નવા પ્લાન ધરાવે છે તેમ ગ્રામીણ વિસ્તારોના જવેલર્સ જણાવી રહ્યા છે.એક વ્યાપારી સૂત્રે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાંથી પણ જૂના સોનાનો મોટો પ્રવાહ આવી રહ્યો છે. (૨૪.)

 (09:05 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS