Samachar Bollywood

News of Thursday, 14th September, 2017

'અકસર-૨'ના શુટીંગ વખતે દૂર થયો ઝરીનનો ડર

<br />'અકસર-૨'ના શુટીંગ વખતે દૂર થયો ઝરીનનો ડર

   અકસરની સિકવલ અકસર-૨ના નામથી નિર્દેશક અનંત મહાદેવને બનાવી છે. ફિલ્મમાં ઝરીન ખાન, ગૌતમ રોડે અને અભિનવ શુકલ મુખ્ય ભૂમિકામાં છે. ઝરીનને પહેલા સમુદ્રથી અને સમુદ્રી જીવોથી ખુબ ડર લાગતો હતો. પરંતુ અકસર-૨ના શુટીંગ વખતે તેનો ડર ગાયબ થઇ ગયો હતો. તે કહે છે ફિલ્મમાં કેટલાક દ્રશ્યો દરિયાના પાણીમાં આપવાના હતાં. મને ખુબ ડર લાગતો હોવા છતાં મેં દ્રશ્યો માટે હા કહી હતી. મોરેશિયસના દરિયામાં અંડરવોટર સિકવન્સ વખતે ખુબ ભય હતો તો દરિયા અંદરથી ચીજો પગમાં અડતી હતી તે અનુભવ પણ સારો નહોતો. આમ છતાં મેં કામ કર્યુ હતું અને મારા ડર સામે જીત મેળવી હતી. વીર ફિલ્મથી બોલીવૂડમાં આવેલી ઝરીન જો કે મજબુત સ્થાન બનાવી શકી નથી. અકસર- પર તેને ખુબ આશા છે.

 (09:01 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS