Samachar Bollywood

News of Thursday, 14th September, 2017

કોમેડી શોમાં સુપર બિગ બોસની ખુરશીમાં અક્ષય

<br />કોમેડી શોમાં સુપર બિગ બોસની ખુરશીમાં અક્ષય

   અક્ષય કુમાર ૩૦મી સપ્ટેમ્બરે ફરીથી ટીવી પરદે ધમાકેદાર એન્ટ્રી કરશે. નવો શો ' ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ' રૂ થઇ રહ્યો છે. શો દર શનિવારે અને રવિવારે સાંજે આઠ વાગ્યે પ્રસારિત થશે. અક્ષયએ શો માટે ખાસ મહેનત કરી છે. પ્રોમોમાં તે પ્રેગનન્ટ હોય તેવા દ્રશ્યોમાં જોવા મળ્યો હતો. હવે શોમાં શું નવું હશે તે શો રૂ થયે ખબર પડશે. અક્ષય માટે ટીવી પરદો નવો નથી. તે અગાઉ ખતરો કે ખિલાડી નામનો શો હોસ્ટ કરી ચુકયો છે. હવે તે કોમેડી શોમાં સુપર બિગ બોસની ખુરશીમાં બેસશે. અક્ષય વર્ષમાં ચાર ફિલ્મો કરે છે અને સાથે ટીવી શો પણ કરે છે. આટલુ કામ કઇ રીતે કરે છે? તે પુછતાં તેણે કહ્યું હતું કે હું ૬૦ દિવસમાં એક ફિલ્મ પુરી કરી લઉ છું. ચાર ફિલ્મોના ૨૪૦ દિવસ થાય. બાકીના ૨૫ દિવસ પ્રમોશનના ગણો તો પણ ૨૬૫ દિવસ થાય. આમ છતાં ૧૦૦ દિવસ મારી પાસે વધે છે. આથી હું ટીવી શો પણ કરી શકુ છું.

 (09:01 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS