Samachar Bollywood

News of Thursday, 14th September, 2017

મુક્કાબાજમાં રવિનો રોલ જોઇ દર્શકો ચોંકી જશે

<br />મુક્કાબાજમાં રવિનો રોલ જોઇ દર્શકો ચોંકી જશે

   અનુરાગ કશ્યપની નવી ફિલ્મ મુક્કાબાજની ખુબ ચર્ચા ચાલી રહી છે. ફિલ્મ ટોરેન્ટો ફિલ્મ મહોત્સવનો પણ ભાગ બની છે. ફિલ્મમાં ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશન ખાસ રોલમાં છે. તે ફિલ્મમાં એક કોચ બન્યો છે. રવિએ બોલીવૂડની અનેક ફિલ્મો કરી છે તો ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરી ચુકયો છે. તે કહે છે મેં અનેક હિન્દી ફિલ્મો કરી છે પરંતુ મુક્કાબાજમાં જે રોલ મળ્યો છે તેવો રોલ કદી નિભાવ્યો નથી. આવતી કાલથી રિલીઝ થઇ રહેલી લખનોૈ સેન્ટ્રલ નામની ફિલ્મમાં પણ રવિનો મહત્વનો રોલ છે. પણ તેનું કહેવું છે કે મુક્કાબાજનો મારો રોલ જોઇને દર્શકો ચોંકી જશે. ફિલ્મની કહાની ઉત્તરપ્રદેશની પૃષ્ઠભૂમિ પર આધારીત છે. જેમાં એક બોકસરની જિંદગીની કહાની છે. જેમાં એક અલગ પ્રેમ કહાની પણ જોવા મળશે.

 (09:00 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS