Samachar Bollywood

News of Thursday, 14th September, 2017

મને કદી કોઇ વાતનો ડર નથી લાગ્યોઃ કંગના

<br />મને કદી કોઇ વાતનો ડર નથી લાગ્યોઃ કંગના

   કંગનાની ફિલ્મ 'સિમરન' કાલથી રિલીઝ થઇ રહી છે. કંગનાએ બોલીવૂડમાં મજબુત સ્થાન મેળવી લીધુ છે. જો કે ટોચ પર પહોંચીને તે એકલી હોય એવું લાગ છે. કંગના કહે છે હું સામાન્ય છોકરી હતી, ગેંગસ્ટર ફિલ્મથી જાદુ થયું અને હું સ્ટાર બની ગઇ. પરંતુ હું પહેલેથી એવું વિચારીને ચાલી છું કે ભીડમાં પણ મારે એકલા રહેવાનું છે. હું ઇન્ડસ્ટ્રીમાં મને હજુ પણ બહારથી આવેલી સમજુ છું. જો કેમને કદી કોઇ વાતનો ડર લાગ્યો નથી. હવે હું મારી જાતને ઇન્ડસ્ટ્રીનો મોગો ભાગ સમજુ છું. મારી ફિલ્મોએ અનેક રેકોર્ડ તોડ્યા છે. પણ મને મોટા સ્ટાર સાથે કામ કરવામાં જરાપણ રસ નથી. જે પણ મોટા સ્ટાર સાથે કામ કર્યુ છે ફિલ્મો સફળ રહી નથી. પછી રંગૂન હોય, કટ્ટી બટ્ટી હોય કે બીજી ફિલ્મ હોય. કંગના હવે ફિલ્મ નિર્દેશનનું કામ પણ કરવાની છે. તે કહે છે મારી ફિલ્મોમાં બાળકોનો રોલ મહત્વનો હશે.

 (09:00 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS