NRI Samachar

News of Monday, 14th September, 2015

‘‘અમેરિકાના ન્‍યુયોર્કમાં ભારતના વૃંદાવન જેવા દૃશ્‍યો સર્જાયા'': રાધા ગોવિંદ ધામ ખાતે ઉજવાયેલા ‘‘જન્‍માષ્‍ટમી મહોત્‍સવ''માં મધુર કિર્તનો,કૃષ્‍ણ રાધા ડાન્‍સ,વેશભૂષા, તથા ગરબાની રમઝટઃ ૩૦૦૦ જેટલા ભાવિકો ભાવવિભોર

‘‘અમેરિકાના ન્‍યુયોર્કમાં ભારતના વૃંદાવન જેવા દૃશ્‍યો સર્જાયા'': રાધા ગોવિંદ ધામ ખાતે ઉજવાયેલા ‘‘જન્‍માષ્‍ટમી મહોત્‍સવ''માં મધુર કિર્તનો,કૃષ્‍ણ રાધા ડાન્‍સ,વેશભૂષા, તથા ગરબાની રમઝટઃ ૩૦૦૦ જેટલા ભાવિકો ભાવવિભોર

         

         (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકાના ન્‍યુયોર્કમાં પ સપ્‍ટેં.૨૦૧૫ના રોજ, રાધાગોવિંદ ધામ ખાતે બીજો જન્‍માષ્‍ટમી બ્‍લોક મહોત્‍સવ ધામધૂમ પૂર્વક ઉજવાઇ ગયો. જેમાં ૩૦૦૦ ઉપરાંત ભાવિકો ઉમટી પડયા હતા.

         ઉત્‍સવ અંતર્ગત બપોરે ૩ વાગ્‍યે ગિટાર ઉપર કૃષ્‍ણ ભક્‍તિ ગીતોથી શરૂઆત શ્રી સુરેશએ કરાવી હતી.

         ઉપરોક્‍ત પ્રસંગે રાધા માધવ ધામ ઓસ્‍ટીન ટેકસાસથી ખાસ પધારેલા સ્‍વામીશ્રી નિખિલાનંદજીએ જન્‍માષ્‍ટમીનું મહત્‍વ સમજાવતા મધુર કિર્તનો સંભળાવ્‍યા હતા.

         બાદમાં રાધા ગોવિંદ ધામ કલ્‍ચરલ એજ્‍યુકેશન પ્રોગ્રામના વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્‍ણ-લીલા નૃત્‍યો રજુ કર્યા હતા.તેમજ બેસ્‍ટ ડ્રેસ્‍ડ ક્રિશ્ના સ્‍પર્ધાનું આયોજન કરાયુ હતું જેમાં નાના બાળકોથી ૧૬ વર્ષની ઉમર સુધીના બાળકોએ ભાગ લીધો હતો.

         તેમજ આઉટડોર ગરબા ડાન્‍સનું આયોજન કરાયુ હતું.જે જોઇ દર્શકો ઉમંગથી ઝુમી ઉઠયા હતા.તમામ માટે વિનામૂલ્‍યે ડિનરનું આયોજન કરાયુ હતું.જેનો ૧૬૦૦ જેટલા ઉપસ્‍થિતોએ લાભ લીધો હતો. બાદમાં મહાઆરતી થઇ હતી.નિજ મંદિરમાં અભિષેક વિધિ કરાઇ હતી.તથા બાદમાં શ્રીકૃષ્‍ણ જન્‍મ ઉજવાયો હતો.

         ઉપરોક્‍ત તકે Nassau કાઉન્‍ટી કન્‍ટ્રોલર શ્રી જયોર્જ મારાગોસના ડીરેકટર શ્રી દિલીપ ચૌહાણની આગેવાની હેઠળ વોલન્‍ટીયર્સ ભાઇઓએ વ્‍યવસ્‍થામાં સહકાર આપવા જહેમતચ ઉઠાવી હતી.તેમજ રાધા ગોવિંદ ધામ ન્‍યુયોર્કના સ્‍વામીશ્રી નિખિલા નંદજી તથા શ્રી રોહિત શર્માને એવોર્ડ આપી સન્‍માનિત કરાયા હતા.ન્‍યુયોર્કમાં વૃંદાવનના વાતાવરણની ઝાંખી કરાવતો જન્‍માષ્‍ટમી ઉત્‍સવ ભારતની સંસ્‍કૃતિના નિદર્શન માટે શિરમોર સમાન બની રહ્યો હતો.

         વિશેષ માહિતિ માટે www.rgdny.org અથવા www.facebook.com /rgdny દ્વારા સંપર્ક સાધવા શ્રી રોઝ કુમારીના અહેવાલ દ્વારા શ્રી રોહિત શર્માની યાદીમાં જણાવાયુ છે.

 (10:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS