Samachar Rajkot

News of Friday, 13th December, 2013

સોમવારથી કમૂહુર્તા : એક મહિનો બ્રેક બાદ લગ્નોત્‍સવની નવી મોસમ ૧૮ જાન્‍યુઆરીથી

પ જુલાઇ સુધી લગ્નના મૂહુર્તો, ૮ થી ૧૬ માર્ચ હોળાષ્‍ટક : શાષાી કિશોરભાઇ જોશી: જાન્‍યુઆરીમાં તા. ૧૮, ૧૯, ૨૧, ૨૨, ૨૮ ના દિવસે પુષ્‍કળ લગ્નો

સોમવારથી કમૂહુર્તા : એક મહિનો બ્રેક બાદ લગ્નોત્‍સવની નવી મોસમ ૧૮ જાન્‍યુઆરીથી

   રાજકોટ તા. ૧૩ : સમગ્ર મલકમાં દિવાળી પછી શરૂ થયેલ લગ્નોત્‍સવની મૌસમનો પ્રથમ તબકકો પુરો થવામાં છે. તા. ૧૬ ડીસેમ્‍બર સોમવારે સાંજે ૪ વાગ્‍યાથી ધનાર્ક એટલે કે કમુહુર્તાનો પ્રારંભ થઇ રહયો છે. એક મહિનાની બ્રેક બાદ  ૨૦૧૪ના વર્ષમાં  તારીખ ૧૮ જાન્‍યુઆરીથી લગ્નોત્‍સવનો નવો તબકકો શરૂ થશે. દિવાળી પહેલા પાંચ જુલાઇ સુધી લગ્નના મંગલ મુહુર્તો છે.

   શાષાી શ્રી કિશોરભાઇ જોષી (૯૯૦૪૯ ૫૭૯૦૫) ના જણાવ્‍યા મુજબ લગ્નનું મુહુર્ત કાઢતી વખતે રોહીણી, મૃગશીર્ષ, મઘા, ઉતરા, ફાલગુની, હસ્‍ત, સ્‍વાતી, અનુરાધા, ઉતરાષાઢા, ઉતરા ભદ્રપદા, રેવતી અસ્‍વિની, શ્રવણ ઘનિષ્‍ઠા, વગેરે નક્ષત્રો ધ્‍યાને લેવામાં આવે છે. વિવાહમાં સામાન્‍ય રીતે બધા વાર લેવામાં આવે છે. સામાન્‍ય રીતે વદપક્ષની તેરસ, ચૌદસ, અમાસ અને સુદ પક્ષની એકમને શુભકાર્ય માટે ત્‍યજી દેવામાં આવી છે. જયેષ્‍ઠ દિકરો (મુરતિયો) અને જયેષ્‍ઠ કન્‍યાનું લગ્ન જયેષ્‍ઠ માસમાં ન લેવાની તેમજ પ્રથમ જન્‍મેલા બાળકના લગ્ન તેના જન્‍મના મહિના કે તિથી વારમાં ન લેવાની શાષાોકત માન્‍યતા છે. લગ્નનું માંગલિક કાર્ય વિના વિદને પાર પાડવા સૌ શુભ મુહુર્ત ઇચ્‍છતા હોય છે.

   શાષાીજી ના જણાવ્‍યા મુજબ તા. ૧૬ ડીસેમ્‍બર સોમવારે બપોરે ૪ વાગ્‍યાથી કમુહુર્તાનો પ્રારંભ થાય છે. તે ૧૩ જાન્‍યુઆરી ૨૦૧૪ સુધી ચાલશે. આ સમયગાળામાં લગ્નના મુહુર્તો નથી. લગ્નોત્‍સવની નવી મૌસમ તા. ૧૮ જાન્‍યુઆરીથી શરૂ થશે. ત્‍યારે પોષ માસ ચાલતો હશે. જાન્‍યુઆરીમાં તા. ૧૮, ૧૯, ૨૧, ૨૨, ૨૮, તેમજ ફેબ્રુઆરીમાં તા. ૧, ૩, ૪, ૮, ૧૭, ૧૮, ૨૨, ૨૩, અને ૨૬ના દિવસે લગ્નના મુહુર્તો છે. માર્ચમાં (ફાગણ મહિનો) તા. ૪ અને ૭ ના લગ્નના મુહુર્ત બાદ તા. ૮ થી ૧૬ માર્ચ સુધી હોળાષ્‍ટક છે. ત્‍યાર પછી માર્ચમાં તા. ૧૮, ૨૦, ૨૧, ૨૨, ૨૪, ૨પ, ૨૬, અને ૨૭ના દિવસે લગ્નના મુહુર્તો છે.

   ઉનાળામાં ચૈત્ર મહિનામાં એપ્રિલની તારીખ ૧૬, ૨૧, ૨૨, ૨૩, અને ૨૪ ના દિવસે લગ્નોની ધુમ મચશે. મે મહિનામાં (વૈશાખ માસ) તા. ૧, ૨, ૮, ૧૦, ૧પ, ૧૭, ૧૯, ૨૪, ૨પ, અને ૩૦ ના રોજ મંગલ મુહુર્ત નિકળે છે. જુન (જેઠ) મહિનામાં તા. ૪, ૬, ૭, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧પ, ૧૬, ૧૭, ૨૦, અને ૨૧ નું મુહુર્ત છે. અષાઢ મહિનામાં (જુલાઇ) લગ્નના ૩ મુહુર્ત છે. જેમાં જુલાઇની તારીખ ૨, ૪, અને પ નો સમાવેશ થાય છે. ત્‍યાર પછી લગ્નોત્‍સવનો નવો તબકકો આવતી દિવાળી પછી શરૂ થશે.

 (04:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS