Samachar Rajkot

News of Wednesday, 13th September, 2017

બોલો રાજકોટ તાલુકા મામલતદારની બલીહારી... કે કલેકટર તંત્ર સુધી લોલમલોલઃ ૪૪ને બદલે ૫૪ એકર જમીન આપી દીધી

લાખો - કરોડો રૂ.ની જમીન મુંજકામાં ૭ વર્ષ પહેલા આપી દીધી... આ તો ભલૂ થશે ગાંધીનગરનું કે કલેકટરનું ધ્યાન દોર્યું : મહેસૂલ ખાતાએ રાજકોટ કલેકટરને તાકિદે હુકમ રીવીઝનમાં લેવા મંજૂરી આપીઃ હુકમ રદ્દ કરવા પણ સૂચનાઃ જબરી સનસનાટી

   રાજકોટ તા. ૧૩ : બોલો રાજકોટ તાલુકા મામલતદાર તંત્રમાં અને કલેકટર તંત્રમાં કેવું લોલમલોલ ચાલે છે તેની આખી જબરી કથા અને વ્યથા બહાર આવી છે, આમાં ખાસ કરીને તાલુકા મામલતદારની બલીહારી વધૂ કામ કરી ગયાની ભારે ચર્ચા ઉપડી છે.

   મહેસૂલના ટોચના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે મુંજકામાં ૧૬-૪-૨૦૧૦ના હુકમથી જે તે વખતના તત્કાલીન તાલુકા મામલતદારે મુંજકાના સર્વે નં. ૪૯ વળી વીડીની જમીન દિલાવરસિંહ હેમંતસિંહ જાડેજા અને સરતાજસિંહ શીવસિંહ જાડેજાને જમીન આપી દીધી હતી. આ જમીન ૪૪ એકર મળવાપાત્ર થતી હતી તેને બદલે બંને અરજદારોને ૫૪ એકર અને ૩૮ ગૂંઠા જમીન ફાળવી દીધી, પછી આ કેસ ડે.કલેકટર અને તે વખતના કલેકટર પાસેથી પસાર થઇ ગાંધીનગર મહેસૂલ ખાતામાં પહોંચ્યો.

   તાજેતરમાં ૭ વર્ષે મહેસૂલ ખાતાને ભાન થયું કે, આ તો આપણે ૧૦ એકર જમીનમાં તો લાખો - કરોડોની નુકસાની કરી રહ્યા છીએ, અને તેના પરીણામે ૯અ૫-૨૦૧૧, ૯-૫-૨૦૧૪ અને ૧-૨-૨૦૧૭ના કલેકટર દ્વારા લખાયેલ પત્રોને ધ્યાને લઇ કલેકટરને ઉપરોકત કેસમાં ફાળવાયેલ જમીનમાં બહુ મોટો એટલે કે ૧૦ એકર જેવો જબરો તફાવત હોય, ૪૪ને ૫૪ એકર જમીન ફાળવાઇ ગઇ હોય, તાકીદે કલેકટરને આ હુકમ રીવીઝનમાં લઇ રદ્દ કરવા અંગે મહસૂલ ખાતાએ મંજૂરી આપી દીધી છે.

   આ પ્રકરણે મહેસૂલ ખાતામાં જબરી ચર્ચા જગાવી છે.

 (04:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS