Samachar Rajkot

News of Wednesday, 13th September, 2017

કોર્પોરેશન સાથે એશિયન ડેવલોપમેન્ટ બેંકની ટીમ સાથે વિવિધ પ્રોજેકટ વિશે ચર્ચા

રાજકોટને સ્માર્ટ સિટી મિશનમાં ટેકનિકલ અને નાણાકીય સહયોગ પણ પ્રાપ્ત થશે

કોર્પોરેશન સાથે એશિયન ડેવલોપમેન્ટ બેંકની ટીમ સાથે વિવિધ પ્રોજેકટ વિશે ચર્ચા

      રાજકોટ : કોર્પોરેશનનાં સ્માર્ટ સિટી મિશનના અમલીકરણમાં કેન્દ્રીય ભૂમિકા નિભાવી રહેલ 'રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ' ચેરમેન અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની સાથે એશિયન ડેવલોપમેન્ટ બેંકની ટીમ સાથે આજથી વિવિધ પ્રોજેકટ વિશે પરામર્શનો પ્રારંભ થયો હતો. આ વિશે વાત કરતા બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા દેશના કુલ પાંચ શહેરોના સ્માર્ટ સિટી મિશનમાં ટેકનિકલ સહયોગ આપવાનું નક્કી કરવામાં આવેલ છે તેમાં રાજકોટનો સમાવેશ પણ થયો છે. જે અનુસંધાને એશિયન ડેવલોપમેન્ટ બેંકની એક ટીમ આજે રાજકોટની મુલાકાતે આવી છે. આ દરમ્યાન આજે સવારથી કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોન ઓફિસના કોન્ફરન્સ હોલ ખાતે સ્માર્ટ સિટી મિશનમાં સમાવેશ પામેલા વિવિધ મેગા પ્રોજેકટ અંગે એશિયન ડેવલોપમેન્ટ બેંક અને મહાનગરપાલિકા વચ્ચે ચર્ચા વિચારણાનો પ્રારંભ થયેલ છે. તેમણે વધુમાં એમ કહ્યું હતું કે, કોર્પોરેશનની વોટર વર્કસ સિસ્ટમ, ડ્રેનેજ સિસ્ટમ અને પર્યાવરણ સંબંધી વિવિધ પ્રોજેકટ વિશે ચર્ચા શરૂ કરવામાં આવી હતી. સ્માર્ટ ડીસ્પ્લે, આર.એમ.સી. ઇ.આર.પી., રાજકોટ બિઝનેશ પોર્ટલ, પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમ, વિગેરે વિકાસકામો માટે અનુક્રમે રૂ.૨૧૭૭.૪૬ કરોડ તથા રૂ.૪૪૫.૫૫ કરોડ મળી કુલ રૂ.૨૬૨૩.૦૧ કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલ છે. આજે મળેલી બેઠકમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની ઉપરાંત ડેપ્યુટી કમિશનરશ્રીઓ અરૂણ મહેશ બાબુ અને ચેતન નંદાણી તેમજ તમામ સિટી એન્જીનીયરશ્રીઓ, એડી. સિટી એન્જીનીયરશ્રીઓ અને અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતાં.

 (04:36 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS