Samachar Rajkot

News of Wednesday, 13th September, 2017

ડેંગ્‍યુ-ચિકન ગુનીયા-શરદી-તાવનો રોગચાળો યથાવતઃ ૪૫૦થી વધુ દર્દીઓ નોંધાયા

કોર્પોરેશન દ્વારા દવા છંટકાવ-ખાદ્ય પદાર્થોનું ચેકીંગ-પાણીનું લેબોરેટરી ટેસ્‍ટીંગ સહીતની કાર્યવાહીથી રોગચાળો અટકાવવા મથામણ

   રાજકોટ, તા., ૧૩: શહેરમાં મચ્‍છરજન્‍ય અને પાણીજન્‍ય રોગચાળાની બેકાબુ સ્‍થિતિ હજુ પણ યથાવત હોવાનું ખુલ્‍યું છે.

   છેલ્લા એક અઠવાડીયામાં મ્‍યુ. કોર્પોરેશન દ્વારા નોંધાયેલ રોગચાળાના આંકડાઓ મુજબ ડેંગ્‍યુ-ચિકન ગુનીયા-ઝાડા ઉલ્‍ટી-શરદી-તાવના ૪પ૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે.

   આરોગ્‍ય અધિકારીએ જાહેર કરેલા સતાવાર આંકડાઓ મુજબ છેલ્લા અઠવાડીયામાં સામાન્‍ય શરદી-તાવ-ઉધરસનાં ર૬૬ દર્દીઓ ઝાડા ઉલ્‍ટીનાં ૧૮પ, ટાઇફોડના ૬, ડેંગ્‍યુના-૮ ચિકન ગુનીયાના ૧૮, મરડાના-૧૮, મેલેરીયાનાં ૬, કમળાનાં-ર વગેરે દર્દીઓ નોંધાયા છે.

   દરમિયાન રોગચાળો અટકાવવા મ્‍યુ. કોર્પોરેશન દ્વારા ૭૩૧૮ મકાનોનાં ફોગીંગ દવા છંટકા કરાવાયો હતો. તેવી જ રીતે છેલ્લા અઠવાડીયામાં ૧ર૧ ખાણી-પીણીનાં સ્‍થળોએ ચેકીંગ કરી કુલ રપર કીલો અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હતો.

   જયારે સેન્‍ટ્રલ ઝોનમાં પીવાના પાણીના ૧૮૩, વેસ્‍ટમાં ૧૭૯ અને ઇસ્‍ટ ઝોનમાં ૧૮૮ નમુનાઓ લઇ લેબોરેટરી ટેસ્‍ટીંગ કરાયેલ જે તમામ પીવા લાયક હોવાનો રીપોર્ટ આવ્‍યો હતો. ઉપરોકત તમામ કામગીરી મ્‍યુનિસીપલ કમિશ્નરશ્રી બંછાનીધી પાનીની સુચના અનુસાર ઇ.ચાર્જ આરોગ્‍ય અધિકારી ડો.મનીષ ચુનારા, નાયબ આરોગ્‍ય અધિકારી વેસ્‍ટ ઝોન ડો. પંકજ રાઠોડ, નાયબ આરોગ્‍ય અધિકારી સેન્‍ટ્રલ ઝોન ડો.હિરેન વિસાણી, સીનીયર ફુડ ઇન્‍સ્‍પેકટર અમિત પંચાલ, બાયોલોજીસ્‍ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરીયા ઇન્‍સ્‍પેકટરો ભરતભાઇ વ્‍યાસ, દિલીપદાન નાંધુ, રીતેશભાઇ પારેખ તથા ફુડ ઇન્‍સ્‍પેકટરો ચંદ્રકાંત ડી.વાઘેલા, હિમાંશુ જી.મોલીયા, કૌશીક જે.સરવૈયા, કેતન એમ. રાઠોડ તેમજ રાજુલ આર.પરમાર દ્વારા કરવામાં આવેલ હતી.

   

 (03:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS