Samachar Rajkot

News of Wednesday, 13th September, 2017

બેન્‍કોના ૬૯ કરોડ ડૂબાડનાર ૧૯ આસામીઓ સામે મિલ્‍કત જપ્‍તીની કાર્યવાહી કરવા કલેકટરનો આદેશ...

તમામ મામલતદારોને નિયુકત કર્યા : અનેક બેન્‍કો : હજુ વધુ તોળાતા પગલા..

   રાજકોટ, તા. ૧૩ :  ધી સિકયુરીટાઇઝેશન એન્‍ડ રિકન્‍સ્‍ટ્રકશન ઓફ ફાઇનાન્‍સીયલ એસેટસ એન્‍ડ એન્‍ફોર્સમેન્‍ટ ઓફ સિકયુરીટી ઇન્‍ટ્રસ્‍ટ એક-ર૦૦રની કલમ ૧૪ હેઠળ બાકીદારોએ બેંકમાંથી લોન લીધેલી હોય અને બેંકને તે લોન પરત કરવામાં નિષ્‍ફળ જાય ત્‍યારે બાકીદારની સિકયોર્ડ એસેટસનો કબજો સિકયોર્ડ ક્રેડીટ એટલે કે બેંકને અપાવવાનો રહે છે.

   આ બાબતમાં જિલ્લા મેજિસ્‍ટ્રેટ અનેક કલેટકર, ડો. વિક્રાંત પાંડેએ હાલમાં બેંકોની ૧૯ જેટલી દરખાસ્‍તોમાં બાકીદારની મિલ્‍કતોનો કબજો બેંકને અપાવવા સંબંધિત મામલતદારશ્રીઓને અધિકૃત કરતા હુકમો કરેલ છે. જેમાં ૬૪ કરોડની વસુલાત કરવા માટે લોન ભરપાઇ ન કરતી પેઢીઓની સ્‍થાવર અને જંગમ મિલ્‍કતો કે જે બેંકમાં તારણમાં મુકવામાં આવેલ હોય તેવી મિલ્‍કતોનો કબજો બેંકોને અપાવવા મામલતદારને કલેકટર આદેશ કર્યાનું આદેશ સુત્રોએ ઉમેર્યુ હતું. કુલ ૧૯ આસામીઓ સામે જપ્તી સહિતની કાર્યવાહી કરવા કલેકટરે આદેશો કર્યા છે.

   રાજકોટ નાગરિક સહકાર બેંક લી- અનીલભાઇ કાનજીભાઇ વડુકુલ, રાજકોટ-૯ લાખ.

   *રાજકોટ નાગરિક સહકારી બેંક લી. રાઉમા ગુલાવારિસ સવિસંગભાઇ, રાજકોટ - ૬ લાખ.

   *રાજકોટ નાગરિક સહકારી બેંક લી. મુકેશ લાલજીભાઇ ચૌહાણ, રાજકોટ- ૯ લાખ,

   *રાજકોટ નાગરિક સહકારી બેંક લી. કેતન મગનલાલ હીગરાજીયા તથા નર્મદાબેન મગનલાલ હીંગરાજીયા મોટી પાનેલી -૧૦ાા લાખ

   *રાજકોટ નાગરિક સહકારી બેંક લી. -સુરેશકુમાર કેશવલાલ વાઢેર, રાજકોટ ૧૯ાા લાખ

   * રાજકોટ નાગરિક સહકારી બેંક લી- સુરેશકુમાર કેશવલાલ વાઢેર, રાજકોટ ૧૯ાા લાખ

   *એકસીસ બેંક, રાજકોટ  રાધેશ્‍યામ ઓઇલ મીલ જામવાડી અને ભાગીદારો - રાા કરોડ ઉપર

   *દેના બેન્‍ક, જાગનાથ શાખા, પિતૃ કૃપા કોટન ઇન્‍ડસ્‍ટ્રીઝ, હલેન્‍ડા અને ભાગીદારો - ૮ાા કરોડ

   * સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયા, ભાવનગર - મેસર્સ સંતકૃપા જીનીંગ ફેકટરી, વિછીંયા રોડ - ૪ કરોડ ૩૧ લાખ

   * રાજકોટ નાગરિક સહકારી બેંક લી. - દાદુભાઇ ભાણાભાઇ ખાચર,  રાજકોટ - ૧૬ લાખ, *રાજકોટ નાગરિક સહકારી બેંક લી., શૈલેષ વિસનજીભાઇ રાચ્‍છ, રાજકોટ - ૯ાા લાખ

   * એકસી બેંક, રાજકોટ - રામેશ્વર ઓઇલ મીલ, જામવાડી પેટ્રોલ પંપ સામે, જામવાડી, તાલુકો -ગોંડલ તથા રાધેશ્‍યામ ઓઇલ મીલ ઇન્‍ડસ્‍ટ્રીઝ, જામમવાડીના ભાગીદારો - પોણા ત્રણ કરોડ

   * દેના બેંક, ઢેબર રોડ, રાજકોટ - રામદેવ કોટન જીનીંગ, નેશનલ હાઇવે ગોંડલ, ભુણાવાના ભાગીદારો -૧૪ કરોડ ૧૩ લાખ.

   એચ.ડી. એફ.સી. બેંક, ઓમ કોટન કાું. ગુંદાળા રોડ, આટકોટ- સવા સાત કરોડ

   * ચોલામંડલમ ફાયનાન્‍સ કંપની- વૃંદાવન સીરામીક પ્રા.લી. ઢુવા, તાલુકો-વાંકાનેર- સવા કરોડ

   * કોર્પોરેશન બેંક, કાલાવડ રોડ- હેમ કોટેક્ષ, નેશનલ હાઇવે-૮-બી જાલીડા, તાલુકો-વાંકાનેર -૧પ કરોડ ર૯ લાખ.

   * એચ.ડી. એફ.સી. બેંક -અજીત કોટેક્ષ પ્રા. લી., ગુંદાળા રોડ, આટકોટ. ૮ કરોડ ૩૮ લાખ.

   * એચ. ડી.એફ.સી. કોર્પોરેશન અમદાવાદ - ભાલોડીયા જમનાદાસ ગોવિંદભાઇ સરોજબેન જમનાદાસ ભાલોડીયા-૧૧ લાખ.

   * બેંક ઓફ ઇન્‍ડીયા, જસદણ -

   

 (03:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS