Samachar Rajkot

News of Wednesday, 13th September, 2017

સ્‍કૂલ, હોટલ, મોલ, હોસ્‍પિટલોમાં મચ્‍છરોના ઘરઃ ૫૧,૦૦૦નો દંડ

ઇસ્‍કોન મોલ, ઓમ વિદ્યાલય, સંતકૃપા ડેરી ફાર્મ, બજરંગ પસ્‍તી ભંડાર, સંદીપની બંગ્‍લોઝ, જ્ઞાનોદય સ્‍કૂલ, ફલોશીયન બેકરી, પરફેકટ ઓટો, મોમાઇ ટી-સ્‍ટોલ સહિતના ૨૮૪ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પત્તિ સબબ નોટીસ, દંડ વસૂલવામાં આવ્‍યો

સ્‍કૂલ, હોટલ, મોલ, હોસ્‍પિટલોમાં મચ્‍છરોના ઘરઃ ૫૧,૦૦૦નો દંડ

      રાજકોટ તા. ૧૩ : શહેરમાં મચ્‍છરજન્‍ય રોગચાળો ન ફેલાય તે માટે તકેદારીનાં ૫ગલારૂપે મેલેરીયા શાખા દ્વારા જુદા-જુદા વિસ્‍તારમાં બાંધકામ સાઇટ, શાળા કોલેજ, સંસ્‍થાઓ, હોટેલ, કોમ્‍પ્‍લેક્ષ, સેલર, મંદિરો સહિતના ૭૮ હજાર સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતા ૨૮૪ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પત્તિ સબબ નોટીસ પાઠવી ૫૧ હજારનો દંડ વસુલવામાં આવ્‍યો.

      આ અંગે મેલેરીયા શાખાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ શહેરના વિવિધ વિસ્‍તારમાં મચ્‍છર જન્‍ય રોગચાળો અટકાવવા ચેકીંગ કરવામાં આવ્‍યું હતું. આ ચેકીંગ દરમિયાન સબરસ રેસ્‍ટોરાં - ૧૫૦ ફૂટ રોડ, સીઝન રેસ્‍ટોરાં - નાના મૌવા સર્કલ, જાનકી ફાસ્‍ટ ફૂડ - ૧૫૦ ફૂટ રોડ, પરફેક્‍ટ ઓટો - ૧૫૦ ફૂટ રીંગ રોડ, મોમાઈ ટી સ્‍ટોલ - પેડક રોડ, ડો. કે.કે. અમલ - રણછોડનગર, ઇસ્‍કોન મોલ - ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાધિકા હાઉસ કોમ. - ૧૫૦ ફૂટ રીંગ રોડ, પવન પુત્ર સમૃદ્ધિ એપા. - ભીડ ભંજન, પ્રવીણભાઈ ટીંબવાની ઇન્‍ડસ્‍ટ્રીઝ - સમ્રાટ ઇન્‍ડ. એરિયા, બીપીનભાઈની ઇન્‍ડસ્‍ટ્રીઝ - સમ્રાટ ઇન્‍ડ. એરિયા, સનસાઈન હોસ્‍પિટલ, મુરલીધર ચેમ્‍બર્સ - શ્રી હરિ સોસા., ઓમ વિદ્યાલય - આનંદ નગર, સંતકૃપા ડેરી ફાર્મ - ધારેશ્વર સોસા., ન્‍યુ લાલ બહાદુર મે. રોડ ૫રની બાંઘકામ સાઇટ, બજરંગ પસ્‍તી ભંડાર - બોલબાલા માર્ગ, રોયલ સ્‍ક્રેપ - ભાવનગર મે. રોડ,  જ્ઞાનોદય સ્‍કુલ - લેવા પટેલ સોસા.,  શીતલ ઇન્‍ડસ્‍ટ્રી - ખોડિયાર નગર મે. રોડ,  ડાઈમન્‍ડ ઇન્‍ડ.- પરસાણા નાગર,  પરફેક્‍ટ ઇન્‍ડ. - પરસાણા નાગર,  અસ્‍તાના ટ્રેડર્સ - ભાવનગર રોડ.,  કલ્‍પેશભાઈ ઘેટીયાની ઇન્‍ડ. - સમ્રાટ ઇન્‍ડ. એરિયા,  સંદીપની બંગ્‍લોઝ - યોગી નગર,  સ્‍વાતી પાર્ક મે. રોડ ૫રની બાંદ્યકામ સાઇટ, ઈશ્વર હાઈટ્‍સ - સ્‍વાતી પાર્ક મે. રોડ ૫રની બાંઘકામ સાઇટ, ઉત્‍સવ પાર્ક ૫રની બાંધકામ સાઇટ, સહજાનંદ ઇન્‍ડ. - હરી ઓમ પાર્ક, જય બજરંગ હાર્ડવેર - સોરઠીયાવાડી-૫, પ્રકાશ એન્‍જી. - સોરઠીયાવાડી-૫, મોક્ષ હાર્ડવેર - સોરઠીયાવાડી-૫, આકાર કોમ્‍પલેક્ષ - રજપુતપરા-૭/૮, ફનસ્‍ટીન હોટેલ - લીમડા ચોક, શ્રી હરીશ એપા. - ભક્‍તિ નગર સર્કલ, ધર્મશીલા કોમ્‍પલેક્ષ - ૧૫૦ ફૂટ રીંગ રોડ, યોગી દર્શન ડાયમંડ - કોઠા. રીંગ રોડ, અલ્‍ટીમેટ ટાઈલ્‍સ - કોઠા. રીંગ રોડ, પટેલ સિમેન્‍ટ - કોઠા. રીંગ રોડ, કલોરીયા બેકરી - દૂધ સાગર રોડ, રૈયાધાર મે. રોડ ૫રનો ભંગારનો ડેલો, હસમુખભાઈની ઇન્‍ડસ્‍ટ્રી - સમ્રાટ ઇન્‍ડ. એરીયા, ન્‍યુ ટેક ઇન્‍ડ. - સમ્રાટ ઇન્‍ડ. એરિયા, એપેક્ષ ઇન્‍ડ. - સમ્રાટ ઇન્‍ડ. એરિયા, ખોડીયાર ઇન્‍ડ. - સહજાનંદ ઇન્‍ડ. એરિયા, પટેલ ઇન્‍ડ. - સહજાનંદ ઇન્‍ડ. એરિયા, નેશનલ રેડીયેટર - શ્રી હરી ઇન્‍ડ. એરિયા, પ્રકાશ મેટલ - સમ્રાટ ઇન્‍ડ. -૩, જંગલેશ્વર નો ભંગારનો ડેલો, આશીર્વાદ - સત્‍યમ પાર્ક બાંદ્યકામ સાઇટ, તુર્કીયા સર્વિસ સ્‍ટેશન - દૂધ સાગર રોડ, બાલાજી પસ્‍તી ભંડાર - શિવાજી નગર-૫ સહિતના સ્‍થળોએથી મચ્‍છર ઉત્‍પતિ જોવા મળતા નોટીસ પાઠવી તથા ૫૧ હજારનો દંડ વસુલવામાં આવ્‍યો હતો. આ કામગીરી મ્‍યુનિ.  કમિશનર બંછાનિધિ પાનીની સૂચના અનુસાર  આરોગ્‍ય અધિકારી ડો. મનિષ ચુનારા, નાયબ આરોગ્‍ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્‍ય અધિકારી ડો. હિરેન વિસાણી તથા બાયોલોજીસ્‍ટ વૈશાલીબેન રાઠોડ તથા ઇસ્‍ટ ઝોન મેલેરિયા ઇનસ્‍પેકટ દિલી૫દાન નાંઘુ, વેસ્‍ટ ઝોન મેલેરિયા ઇનસ્‍પેકટર બી. વી. વ્‍યાસ, સેન્‍ટ્રલ ઝોન મેલેરિયા ઇનસ્‍પેકટર રિતેશ પારેખ તથા સુપિરીયર ફિલ્‍ડવર્કર, ફિલ્‍ડ વર્કરો દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી. 

       

 (03:48 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS