Samachar Rajkot

News of Wednesday, 13th September, 2017

ત્રણેય ઝોનના ૯૫ રસ્‍તાઓ ફરી ડામરથી મઢાશેઃ પ વર્ષની ગેરન્‍ટી

સૌથી વધુ સેન્‍ટ્રલ ઝોનમાં ‘પર' રસ્‍તાઓ રિકાર્પેટ થશે : વેસ્‍ટ ઝોનમાં ૩૧ અને ઇસ્‍ટ ઝોનમાં ૧ર રસ્‍તાઓ નવાનકોર બનશે : ૧ મહિનામાં રસ્‍તા કામો પુરા થશે : તમામ રસ્‍તાઓનાં કોન્‍ટ્રાકટ પવન કન્‍સ્‍ટ્રકશનને : તૂટેલા રસ્‍તાઓની નામ જોગ યાદી જાહેર કરતા મેયર-સ્‍ટેન્‍ડીંગ ચેરમેન

ત્રણેય ઝોનના ૯૫ રસ્‍તાઓ ફરી ડામરથી મઢાશેઃ પ વર્ષની ગેરન્‍ટી

   રાજકોટ, તા., ૧૩: શહેરનાં ૯પ રાજમાર્ગો ભારે વરસાદથી ધોવાઇ ગયાનું મ્‍યુ. કોર્પોરેશનનાં સર્વેમાં બહાર આવ્‍યા બાદ રાજય સરકાર પાસે આ રસ્‍તાઓનાં સમાર કામ માટે પ૦ કરોડની ગ્રાન્‍ટ માંગી હતી. જેમાંથી રાજય સરકારે રપ કરોડ ફાળવી દીધા છે.

   તેની સામે મ્‍યુ. કોર્પોરેશન દ્વારા આ રસ્‍તાઓને ફરીથી ડામર રિકાર્પેટ માટે એક માત્ર પેવર કોન્‍ટ્રાકટર એજન્‍સી-પવન કન્‍સ્‍ટ્રકશનનો ૩ર કરોડનો કોન્‍ટ્રાકટ આપી દીધો છે અને આ રસ્‍તાઓનો કોન્‍ટ્રાકટ પ વર્ષની ગેરેન્‍ટી સાથે અપાયો છે.

   એટલે કે પ વર્ષોમાં રસ્‍તો તુટે તો કોન્‍ટ્રાકટરનાં ખર્ચે તેનું રીપેરીંગ થશે.

   ત્રણેય ઝોનનાં મળી કુલ ૯પ રાજમાર્ગોને ડામર રિકાર્પેટ થશે. જે જે રોડ નવાનકોર બનશે તેની વોર્ડ વાઇઝ અને રસ્‍તાઓનાં નામ જોગ યાદી મેયર ડો.જૈમન ઉપાધ્‍યાય અને સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કર પટેલ દ્વારા જાહેર કરાઇ છે. સાથોસાથ તેઓએ જાહેર કર્યુ છે. આગામી શુક્રવારથી આ રસ્‍તાઓ ઉપર દિવસ-રાત ડામર કામ ચાલુ રાખીને તમામ રોડનાં કામો ૧ મહીનામાં પુર્ણ કરવા કોન્‍ટ્રાકટરને તાકીદ પણ કરાઇ છે.

   સેન્‍ટ્રલ ઝોનમાં ૮ વોર્ડનાં પર' રસ્‍તાઓ ર૧.૩૯ કરોડનાં ખર્ચે ડામરથી મઢાશે

   સેન્‍ટ્રલ ઝોનમાં જે જે રસ્‍તાઓ પર ડામર રીકાર્પેટ થશે તેથી વોર્ડ વાઇઝ યાદી મુજબ

   વોર્ડ નં. ર માં

   જુના જકાત નાકા સામેનો રસ્‍તો, બજરંગવાડી સર્કલથી ઉત્તર તરફનો રસ્‍તો, જાગૃતિ સોસાયટી, ભોમેશ્વર મંદિર રોડ, ગુરૂ ગોલવલકર રોડ, છોટુનગર ટી. પી. રોડ, જામનગર રોડ, ગાયત્રીધામ રોડ, શીતલ પાર્ક પાસેનો ટી. પી. રોડ, નુતન પ્રેસ રોડ, સદર વન-વે, ગીરનાર ટોકીઝ પાસેનો રોડ,  આર વર્લ્‍ડ ટોકીઝ પાસેનો રોડ તથા

   વોર્ડ નં. ૩ માં

   પોપટપરા મેઇન રોડ, ગોહેલ ચોકથી સાધુ વાસવાણી કુંજ રોડ, સાધુ વાસવાણી કુંજ રોડથી ફાયર બ્રીગેડ રોડ, આર. એમ. સી. લીમીટ સુધી.

   વોર્ડ નં. ૭

   ટાગોર રોડ, યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, મોટી ટાંકી ચોકથી જવાહર રોડ, જવાહર રોડ, હાથીખાના અને રામનાથ પરા વિસ્‍તારના રસ્‍તાઓ ગોંડલ રોડ

   વોર્ડ નં. ૧૩

   ગોંડલ રોડ ફલાય ઓવરથી ગોંડલ રોડ ચોકડી, પી. ડી. એમ. કોલેજથી નવલનગર-૩, આનંદ બંગલો રોડથી આંબેડકરનગર, મવડી મેઇન રોડ, પંચશીલ ૮૦ ફુટ રોડ, બાપુનગર મેઇન રોડ,

   વોર્ડ નં. ૧૪

   કુંભારવાડા મેઇન રોડ, નાગરીક બેન્‍ક ચોક, કોઠારીયા રોડ, નંદા હોલ ચોક, આનંદનગર મેઇન રોડ, પારડી રોડ

   વોર્ડ નં. ૧૭

   હસનવાડી મેઇન રોડ,હરી ધવા રોડ, અંબિકા ટ્રેલર રોડ, અટીકા, ખોડીયાર સોસાયટી પ૦ફુટ રોડ,

   વોર્ડ નં. ૧પ

   અમૃલ સર્કલ સુધી ડામર કાર્પેટ કરવાનું કામ, પંડીત દીનદયાલ મેઇન રોડ, (ભાવનગર રોડથી નેશનલ હાઇવે) પર ડામર કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં. ૧પ માં જુદી જુદી જગ્‍યાએ સીંગલ લેયર મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં. ૧પ માં જુદી જુદી જગ્‍યાએ ડામર પેચ કરવાનું કામ

   વોર્ડ નં. ૧૬ માં

   નેશનલ હાઇવે સર્વિસ રોડ ઉપર ડામર રીકાર્પેટ કામ, પુનીત સોસાયટી મેઇન રોડ ઉપર ડામર રીકાર્પેટ કામ, જુદા જુદા વિસ્‍તારોમાં ડામર પેચ કરવાનું કામ, જુદા જુદા વિસ્‍તારોમાં મેટલ પેચ કરવાનું કામ,

   વોર્ડ નં. ૧૮ માં

   વોર્ડ નં. ૧૮ માં જેટકો ઓફીસ રોડ સાઇડના પડખા મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં. ૧૮ માં ર૪ મી. ટી. પી. રોડ (કોઠારીયા વિશ્વકર્મા સોસાયટી સામેનો રોડ) સાઇડના પડખા મેટલીંગ કરવાનું કામ. વોર્ડ નં. ૧૮ માં બોલબાલા રોડ, સાઇડના પડખા મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં. ૧૮ માં જેટકો ઓફીસ રોડ પર ડામર રીકાર્પેટ કરવાનુંકામ. વોર્ડ નં. ૧૮ માં ર૪ મી. ટીપી રોડ (કોઠારીયા વિશ્વકર્મા સોસાયટી સામેનો રોડ) ડામર રીકાર્પેટ કરવાનું કામ, વોર્ડ નં. ૧૮ માં બોલબાલા રોડ ડામર રીકાર્પેટ કરવાનું કામ વગેરે રસ્‍તાઓ કુલ ર૧.૩૯ કરોડનાં ખર્ચે ડામરથી મઢાશે.

   વેસ્‍ટ ઝોનનાં ૩૧ રોડમાં ૮.૯૬ કરોડનાં ખર્ચે ડામર કામ

   શહરેનાં વેસ્‍ટ ઝોનનાં ૩૧ રસ્‍તાઓમાં કુલ ૮.૯૬ કરોડનાં ખર્ચે ડામર કામ થશે. જેની વોર્ડ વાઇઝ રસ્‍તાઓનાં નામ જોગ યાદીમાં જણાવાયું છે.

   વોર્ડ નં. ૧

   ધરમનગરવાળી મેઇન રોડ ટી.પી. સ્‍કીમ નં. ૯વાળો ૧પ.૦૦ મી. ટી.પી. રોડ (પારીજાત પાર્ટી પ્‍લોટની બાજુમાં) તથા રૈયાધારવાળો રોડ, લાખના બંગલાવાળો રોડ ઉતર તરફ, હિંમતનગર મેઇન રોડને ડામર રી-કાર્પેટ કામ.

   વોર્ડ નં. ૮

   દેવનગરવાળો ટી.પી.રોડ, કાલાવડ રોડ કોટેચા ચોક, લક્ષ્મીનગર શેરી નં. ૧, લક્ષ્મી સોસાયટી મેઇન રોડ, લક્ષ્મીનગર હોકર્સ ઝોનવાળો ટી.પી.રોડ, મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર મેઇન રોડ, પર્ણકુટી સોસા. મેઇન રોડ, સિલ્‍વર સ્‍ટોન મેઇન રોઙ

   વોર્ડ નં. ૯

   રામેશ્વર પાર્ક, નાણાવટી ચોકથી બાપા સીતારામ ચોક સુધી, કેરાલા પાર્કવાળો મેઇન રોડ, ઇન્‍ડીયન પાર્કવાળો મેઇન રોડ,  યુનિવર્સિટી રોડથી ગંગોત્રી પાર્ક મેઇન રોડને ડામર રી-કાર્પેટ કામ.

   વોર્ડ નં. ૧૦

   નવીનનગરનાં રસ્‍તાઓ, પારસ સોસાયટીના રસ્‍તાઓ, રોયલ પાર્કના રસ્‍તાઓ, ઇગલનગરની શેરી, શાંતીવન સોસાયટીવાળો રોડ, ફુલવાડી પાર્કના રસ્‍તાઓ, શ્રીજી બંગલોઝ સોસાયટીના રસ્‍તાઓ, પુષ્‍કરધામ મેઇન રોડથી જયોતિનગર મેઇન રોડ, આકાશવાણી ચોકથી જે.કે.ચોક સુધીનો રોડ, સાંઇબાબા પાર્કની આંતરીક શેરીઓ, ૧પ૦ ફુટ રીંગ રોડ, મોદી સ્‍કુલથી નિર્મળા કોન્‍વે. વાળો રોડ, શિવ શકિત કોલોનીના રસ્‍તાઓ.

   વોર્ડ નં. ૧ર

   આર્યશ્રીવાળો રોડ, ભીમનગરથી સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટવાળો રોડ, આલાપ રોયલ પામવાળો રોડ, ગોકુલધામ સોસાયટીવાળો મેઇન રોડ વગેરે મળી કુલ ૩૧ રસ્‍તાઓ નવા બનાવાશે.

   ઇસ્‍ટઝોનમાં ૧ર રસ્‍તાઓ ૧ર કરોડનાં ખર્ચે બનશે

   જયારે ઇસ્‍ટ ઝોનનાં ૧ર રસ્‍તાઓ ૧ર કરોડનાં ખર્ચે બનશે જેની વોર્ડવાઇઝ યાદી આ મુજબ છે.

   વોર્ડ નં. ૪

   વોર્ડ નં. ૪ માં સમર્પણ પાટી પ્‍લોટથી જુનો મોરી રોડ સુધી વાઇડનીંગ કરી ડામર કાપેટ કરવાનું કામ. વોર્ડ નં. ૪માં નવા મોરબી રોડથી સમર્પણ પાર્ટ પ્‍લોટ સુધીના રોડને ડામર કાપેટ કરવાનું કામ, વોર્ડ નં. ૪માં ભગવતીપરા વિસ્‍તાર, જુનો મોરબી રોડ વિસ્‍તાર, નવો મોરબી રોડ વિસ્‍તાર તથા રેલ્‍વે પેરેલલ વિસ્‍તારમાં મેટલીંગ કરવાનું કામ. વોર્ડ નં. ૪માં ભગવતીપરા વિસ્‍તાર જુનો મોરબી રોડ વિસ્‍તાર, નવો મોરબી રોડ વિસ્‍તાર તથા રેલ્‍વે પેરેલલ વિસ્‍તારમાં ડામર પેચ કરવાનું કામ

   વોર્ડ નં.પ

   અલ્‍કા પાર્ક મે. રોડ રીકાપેંટ કરવાનું કામ, લાલપરી મે.રોડ રીકાર્પેટ કરવાનું કામ, આડી પેડક રોડ પર આવેલ ન્‍યુ શકિત સોસાયટીમાં રીકાર્પેટ કરવાનું કામ, વૃજભુમી માલધારી મે.રોડ રીકાર્પેટ કરવાનું કામ, જુદી જુદી જગ્‍યાએ ડામર પેચ કામ, જુદી જુદી જગ્‍યાએ મેટલ પેચકામ.

   વોર્ડ નં. ૬

   વોર્ડનં. ૬માં જુદા જુદા ટીપી રોડને ડામર રીકાર્પેટ કરવાનું કામ (સીતારામ ટીપી રોડ, સદગુરૂ રણછોડનગર પાર્ટ-ર, રાજારામ-૯ ટીપી રોડ શકિત સોસાયટી ટીપી રોડ પુજીત રૂપાણી વાળો ટીપી રોડ કનકનગર બગીચાથી રાજારામ મે. રોડ દુધસાગર ઇ.એસ.આર. થી સંત કબીર રોડ મયુરનગર મે.રોડ સીતારામ રોડશ્રી રણછોડનગર ચંપકનગર ટીપી રોડ વગેરે સહીત ૩૧ સ્‍થળોએ ૧ર કરોડના ખર્ચે ડામર  રોડ કરશે.

   નોંધનીય છે કે રસ્‍તાઓ તુટવા બાબતે શાસક પક્ષ ભાજપ ઉપર પ્રજા ભારે રોષ ઠાલવી રહી છે. ત્‍યારે રોષ ઠાલવી રહી છ. ત્‍યારે મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ ખુદ અંગત રીતે રાજકોટનાં રસ્‍તાઓ વહેલી તકે રીપેરીંગ થાય તે માટે સીધી જ મ્‍યુ. કમિશ્નરને સુચનાઓ આપી રહયા છે.

 (03:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS