Samachar Rajkot

News of Wednesday, 13th September, 2017

શ્રી આશાપુરા માતાજીના જય જયકારથી માર્ગો ગુંજયા : માતાના મઢની પદયાત્રાને ભાવભેર વિદાય

શ્રી આશાપુરા માતાજીના જય જયકારથી માર્ગો ગુંજયા : માતાના મઢની પદયાત્રાને ભાવભેર વિદાય

   રાજકોટ : આસો નવરાત્રીના દિવસો ધ્યાને લઇ દર વર્ષ મુજબ આ વર્ષે પણ માં આશાપુરા પદયાત્રી સંઘ રાજકોટ દ્વારા માતાના મઢ કચ્છ સુધીની પદયાત્રાનું આયોજન કરાયુ છે. જેને આજે બાવનગજની ધ્વજા લહેરાવી અહીંના પેલેસરોડ આશાપુરા માતાજીના મંદિરેથી માતાજીના જય જયકાર સાથે વાજતે ગાજતે પ્રારંભ કરાવાયો હતો. માં આશાપુરા મિત્ર મંડળ ભગવતીગ્રુપ ભગવતી ચોક  પેલેસે રોડ ખાતે યોાજયેલ સમારોહમાં સવારે બાવન ગજની ધજા લહેરાવી પ્રસ્થાન કરાવાયુ હતુ. આરતી ગરબીની રમઝટ બાલાવવામાં આવેલ. ભાવિકોને જલેબી અને ગાંઠીયાની પ્રસાદી અપાઇ હતી. આ પ્રસંગે  યુવરાજ શ્રી માંધાતાસિંહજી જાડેજા, યુવરાણી શ્રીમતી કાદમ્બરીદેવી, યુવરાજ શ્રી જયદિપસિંહજી (ટીકા સાહેબ), શ્રી રણજીતસિંહજી જાડેજા કોઠારીયા , શ્રી પદુભાબાપુ શ્રી આશાપુરાધામ ઠેબચડા, કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, આશાપુરા મિત્રમંડળના આયોજકો નિતિનભાઇ મેવાડા, નીરજ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, માં આશાપુરા સંઘના આયોજકો જયદેવસિંહ જાડેજા, સુખદેવસિંહ ઝાલા, દિગુભા જાડેજા, મધુભાઇ ચૌહાણ, મયુરસિંહ જાડેજા, વિનોદભાઇ પોપટ, બોલબાલાવાળા જયેશભાઇ ઉપાધ્યાય તેમજ વિશાળ સંખ્યામાં સાધુ સંતો અને ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા. અબીલ ગુલાલની છોળો ઉડાવી માતાજીના જયજયકારથી માર્ગો ગજાવાયા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

 (03:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS