Samachar Rajkot

News of Wednesday, 13th September, 2017

હિરાસર એરપોર્ટને એન્વાયરોમેન્ટ ડીપાર્ટમેન્ટની પણ મંજુરી : આજે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇનો ખાસ સમય માંગશે

વડાપ્રધાન પોરબંદર આવે છે તો સાથોસાથ રાજકોટ માટે સમય ફાળવે તેવી ડીમાન્ડ : એઇમ્સની પણ જાહેરાત ?!

હિરાસર એરપોર્ટને એન્વાયરોમેન્ટ ડીપાર્ટમેન્ટની પણ મંજુરી : આજે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇનો ખાસ સમય માંગશે

   રાજકોટ, તા. ૧૩ : રાજકોટ કલેકટર કચેરીના હાઇ-લેવલ અધીકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે રાજકોટથી ર૦ કિ.મી. દૂર હિરાસર ગામ નજીકના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને અન્વાયયરોમેન્ટ  ડીપાર્ટમેન્ટે પણ મંજુરી આપી દીધી છે. ફોરેસ્ટ ખાતુ પણ હકારાત્મક છે. તમામ બાધાઓ દૂર થઇ છે અને હવે ખાતુમુર્હૂત અંગે ઘડીઓ ગણાઇ રહી છે. આ અધીકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં છે, રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી હિરાસર એરપોર્ટના ખાતમુર્હૂત અંગે તેમનો સમય માંગી શકે છે., સંભવત વડાપ્રધાન ર તારીખ આસપાસ પોરબંદર આવી રહ્યા છે, તો તે દિવસે ખાતુમુર્હૂત પણ ગોઠવાઇ જાય તે પ્રમાણે મુખ્યમંત્રી દ્વારા વડાપ્રધાનનો સમય માંગશે.

   આ અધીકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન હિરાસર એરપોર્ટનું ખાતમુર્હુત ઉપરાંત રાજકોટને એઇમ્સ અંગે પણ જાહેરાત કરે તેવી શકયતા છે. હાલ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારે તૈયારીઓ ચાલી રહી છે.

 (01:39 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS