Samachar Rajkot

News of Wednesday, 13th September, 2017

સીટીઝન્‍સ હોટલ (અવધ કલબ) - વેજાભાઈ રાવલીયાના ધર્મપત્‍નિ સાકરબેનનું અમેરિકા ખાતે દુઃખદ અવસાન

કાલે સવારે રાજકોટ ખાતે સ્‍મશાનયાત્રા : શુક્રવારે સાંજે ૪ થી ૬ બેસણું

સીટીઝન્‍સ હોટલ (અવધ કલબ) - વેજાભાઈ રાવલીયાના ધર્મપત્‍નિ સાકરબેનનું અમેરિકા ખાતે દુઃખદ અવસાન

   રાજકોટઃ પૂર્વ ધારાસભ્‍ય, સીઝન્‍સ હોટલ (કાલાવડ રોડ, અવધ,રાજકોટ)ના માલિક વેજાભાઇ રાવલીયાના ધર્મપત્‍નિ અને કેતન રાવલીયા ત્‍થા ભૂમિબેન ખંધારના માતુશ્રી સાકરબેન (ઉ.વ.૬૧)નું અમેરિકા ખાતે  દુઃખદ અવસાન થયું છે.

   સ્‍વ. સાકરબેન કચ્‍છ-ગાંધીધામ નિવાસી પૂર્વ મંત્રી શ્રી ખીમજીભાઇ જેસંગભાઇ ત્‍થા જમનાબેન જેસંગભાઇના પુત્રી થતા હતા.

   તેમની સ્‍મશાન યાત્રા રાજકોટ ખાતે સીઝન્‍સ હોટેલ (અવધ-કાલાવડ રોડ) તેમના નિવાસ સ્‍થાનેથી ગુરૂવાર તા.૧૪ના રોજ સવારે ૧૧ાા વાગે નિકળશે. સદ્‌ગતનું બેસણું શુક્રવારે સાંજે ૪ થી ૬ વચ્‍ચે સીઝન્‍સ હોટલ ખાતે તેમના  નિવાસ સ્‍થને રાખેલ છે.

   સાકરબેનનો જન્‍મ ૧૪-૪-૫૬ના રોજ કચ્‍છ-ગાંધીધામ નજીક કીડાણા ગામે થયેલ, ગાંધીધામમાં ગ્રેજ્‍યુએટ થયેલ, વેજાભાઇ સાથે ૧૯૭૯માં લગ્ન થયેલ,  તેમના ભાઇ સીધ્‍ધાર્થભાઇ (નલુભાઇ), કુંવરબેન અને શામજીભાઇ સહિત પરિવારમાં સાકરબેનની વિદાયથી ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે. પિતાના વિશાળ બીઝનેસથી માંડીને વેજાભાઇના ડ્રીમસર્જન અવધ કલબ સુધીના કાર્યોમાં સતત બધો ભાર સંભાળતા રહેલ. મહેમાનોને મીઠો આવકાર અને જમાડવામાં તેમને અપાર આનંદ મળતો.

   સાકરબેન છેવટ સુધી સ્‍વસ્‍થ હતા અને તેમની પાસે અંતિમ ક્ષણોએ શ્રી વેજાભાઇ અને પુત્ર કેતન, પુત્રવધુ નમ્રતા,પુત્રી ભૂમિ સચીન ખંધાર, જમાઇ સચીન ખંધાર,દોહિત્ર વિવાન, પૌત્રી સાન્‍વી, જાશ્‍વી. નિહારીકા સહિતનો પરિવાર ઉપસ્‍થિત હતો. સાકરબેનને સમગ્ર પરિવારે ભાવપૂર્ણ અંતિમ વિદાઇ આપી હતી.

   શ્રી કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા, નિમિષભાઇ ગણાત્રા, અને સમગ્ર અકિલા પરિવારે ત્‍થા શ્રી વેજાભાઇના પરમ મિત્ર શ્રી મધુભાઇ અનડકટ, વિશાલ અનડકટ અને પરિવારે સ્‍વ.સાકરબેનને બે મિનિટ મૌન પાળી હૃદયાંજલી અર્પી હતી. (વેજાભાઇ મોં,૯૯૦૯૯ ૦૫૫૦૦, કેતનભાઈ ૯૯૦૯૯૦૫૫૧૧ અને ૯૯૦૯૯૦૫૫૧૨)છે.

   

 (01:00 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS