NRI Samachar

News of Wednesday, 13th September, 2017

હવે ભારત આવી લગ્ન કરવા માંગતા NRI માટે આધાર કાર્ડ ફરજીયાત કરાશેઃ લગ્ન કરી ભારતથી વિદેશ જતી યુવતિઓ ઉપર વધતા જતા અત્‍યાચારને ધ્‍યાને લઇ ઇન્‍ટર મિનીસ્‍ટ્રીઅલ કમિટીની ભલામણ

હવે ભારત આવી લગ્ન કરવા માંગતા NRI માટે આધાર કાર્ડ ફરજીયાત કરાશેઃ લગ્ન કરી ભારતથી વિદેશ જતી યુવતિઓ ઉપર વધતા જતા અત્‍યાચારને ધ્‍યાને લઇ ઇન્‍ટર મિનીસ્‍ટ્રીઅલ કમિટીની ભલામણ

         ન્‍યુ દિલ્‍હીઃ હવે ભારત આવી લગ્ન કરવા માંગતા NRI માટે આધાર કાર્ડ ફરજીયાત બનાવાશે. જે અંગે ઇન્‍ટર મિનીસ્‍ટ્રીઅલ કમિટીએ ભારતના વિદેશ મંત્રાલયને ભલામણ કરી છે.

         ખાસ કરીને ભારતથી વિદેશ જતી યુવતિઓ ઉપર વધતા જતા અત્‍યાચારોના બનાવોને ધ્‍યાને લઇ કમિટી દ્વારા ઉપરોક્‍ત ભલામણ કરવામાં આવી છે.

         યુનિક આઇન્‍ડટી ફિકેશન ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા દ્વારા NRI, ઓવરસીઝ સીટીઝન્‍સ ઓફ ઇન્‍ડિયા તથા પર્સન ઓફ ઇન્‍ડિયન ઓરીજીન માટે આધાર કાર્ડ કાઢી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે. હાલમાં ભારતીયો તથા માન્‍ય વીઝા ધરાવતા ભારતીય નાગરિકોને આધાર કાર્ડ કાઢી આપવામાં આવે છે.

         આ અંગે વીમેન એન્‍ડ આઇલ્‍ડ ડેવલપમેન્‍ટ મિનીસ્‍ટ્રીના અનુભવ મુજબ લગ્ન કરી વિદેશી જતી યુવતિઓ ઉપર થતા હિંસાત્‍મક હુમલાઓ તથા અત્‍યાચાર સમયે તેના પતિના માન્‍ય નામ સરનામા તથા ફોટાના આધાર વિના ઘણી વખત નોટીસ મોકલવાનું કાર્ય દુષ્‍કર બની જાય છે. તેથી NRI માટે  આધાર કાર્ડના આધારે જ તેના લગ્નની નોંધણી કરવા કમિટી દ્વારા ભલામણ કરાઇ છે.

         બાદમાં NRI પતિ તથા પત્‍ની વચ્‍ચે તકરાર થાય તો તે માટે ભારતન નેશનલ કમિશન ફોર વીમેન દ્વારા પ્રશ્ન હલ કરવા કમિટી  દ્વારા ભલામણ કરાઇ છે.

         પેનલ દ્વારા તૈયાર કરાયેલ ઉપરોક્‍ત રિપોર્ટ માટે જુદા જુદા દેશોની મુલાકાત લેવાઇ હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

          

 (09:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS