NRI Samachar

News of Wednesday, 13th September, 2017

‘‘બોડી ટોક'': યુ.એસ.માં રિવાયર કોમ્‍યુનીટી, બે એરિયા સાઉથ એશિયન નેટવર્ક ઓફ થેરાપિસ્‍ટસ, તથા ઇન્‍ડિયન કોમ્‍યુનીટી સેન્‍ટરના ઉપક્રમે કરાયેલું આયોજનઃ ICC મિલ્‍પીટાસ કેલિફોર્નિયા મુકામે ૧૬ સપ્‍ટેં. શનિવારે યોજાનારા વર્કશોપમાં ICC મેમ્‍બર્સ માટે વિનામૂલ્‍યે પ્રવેશઃ મહિલાઓને આત્‍મવિશ્વાસ સાથે બોડી ઇમેજ અંગે માર્ગદર્શન અપાશે

         કેલિફોર્નિયાઃ યુ.એસ.માં રિવાયર કોમ્‍યુનીટી તથા બે એરીયા સાઉથ એશિયન નેટવર્ક ઓફ થેરાપિસ્‍ટસ, તથા ઇન્‍ડિયન કોમ્‍યુનીટી સેન્‍ટરના સંયુક્‍ત ઉપક્રમે ૧૬ સપ્‍ટેં. ૨૦૧૭ શનિવારના રોજ ‘‘ફ્રી ‘‘બોડી ટોક''નું આયોજન કરાયું છે.

         ICC, ૫૨૫, લોસ કોચિસ સ્‍ટ્રીટ, મિલપિટાસ, કેલિફોર્નિયા મુકામે યોજાનારા ‘બોડી ટોક'નો સમય સવારે ૧૦ વાગ્‍યાથી બપોરે ૩ વાગ્‍યા સુધીનો રહેશે જેમાં મહિલાઓને આત્‍મ વિશ્વાસ સાથે બોડી ઇમેજ અંગે સુશ્રી શાલિની દયાલ સંગીતા બિસ્‍વાસ તથા અંજલિ રાવ માર્ગદર્શન આપશે. ICC મેમ્‍બર્સ માટે વિના મૂલ્‍યે પ્રવેશ છે તથા લંચની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. રજીસ્‍ટ્રેશન માટે www.rewirecommunity.org/body-talk દ્વારા અથવા admin@rewirecommanity.org દ્વારા સંપર્ક સાધવા સમાચાર સૂત્રો દ્વારા જણાવાયું છે.

 (09:08 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS