NRI Samachar

News of Tuesday, 12th September, 2017

અમેરિકાના ન્‍યુજર્સીમાં ૩ તથા ૪ સપ્‍ટેં. ૨૦૧૭ના રોજ અનેરો ઉત્‍સવ ઉજવાયોઃ રોબિન્‍સવિલ્લે સ્‍થિત BAPS શ્રી સ્‍વામિનારાયણ અક્ષરધામ મહામંદિરમાં સૌપ્રથમ માર્બલ સ્‍તંભનું રોપણ કરાયું: પૂજય મહંત સ્‍વામિએ વેદિક મંત્રોચ્‍ચાર સાથે સ્‍તંભનું પૂજન કર્યુ તથા હરિભક્‍તોને આશિર્વાદ પાઠવ્‍યા

         (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ન્‍યુજર્સીના રોબિન્‍સ વિલ્લે મુકામે આવેલા BAPS શ્રી સ્‍વામિનારાયણ અક્ષરધામ મહામંદિરમાં ૩ તથા ૪ સપ્‍ટેં. ૨૦૧૭ના રોજ સૌપ્રથમ માર્બલનો સ્‍તંભ રોપવાનું આયોજન કરાયું હતું. જે પ્રસંગે પૂજય મહંત સ્‍વામી, સંતો તથા વિશાળ સંખ્‍યામાં હરિભક્‍તો ઉમટી પડયા હતા.

         વેદિક મંત્રોચ્‍ચાર સાથે સ્‍તંભનું પૂજન કરાયું હતું. જેના ઉપર પરમહંસ મુકતાનંદ સ્‍વામી તથા નિષ્‍કુલાનંદ સ્‍વામીના ચિત્રાંકન કરાયા હતા. ૪ સપ્‍ટેં.ના રોજ પૂ.મહંત સ્‍વામીના વરદ હસ્‍તે પ્રથમ સ્‍તંભનું રોપણ કરાયું હતું. જેમણે હરિભક્‍તોને આશિર્વાદ પાઠવ્‍યા હતા. તેવું શ્રી લેનિન જોશીની યાદી જણાવે છે.

 (11:57 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS