NRI Samachar

News of Tuesday, 12th September, 2017

યુ.એસ.ના ન્‍યુયોર્કમાં આવેલી હડસન નદીમાં બ્રહ્મલીન પૂજય પ્રમુખ સ્‍વામીના અસ્‍થિઓનું વિસર્જન કરાયું: ૭ સપ્‍ટેં. ૨૦૧૭ના રોજ પૂજય મહંત સ્‍વામી, સંતો, તથા ભક્‍તોએ અસ્‍થિ પુષ્‍પોનું પૂજન કરી નદીમાં પધરાવ્‍યા

યુ.એસ.ના ન્‍યુયોર્કમાં આવેલી હડસન નદીમાં બ્રહ્મલીન પૂજય પ્રમુખ સ્‍વામીના અસ્‍થિઓનું વિસર્જન કરાયું: ૭ સપ્‍ટેં. ૨૦૧૭ના રોજ પૂજય મહંત સ્‍વામી, સંતો, તથા ભક્‍તોએ અસ્‍થિ પુષ્‍પોનું પૂજન કરી નદીમાં પધરાવ્‍યા

         (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ નોર્થ અમેરિકામાં આવેલી હડસન નદીમાં ૭ સપ્‍ટેં. ૨૦૧૭ના રોજ પૂજય મહંત સ્‍વામીના હસ્‍તે બ્રહ્મલીન પૂજય પ્રમુખ સ્‍વામીના અસ્‍થિનું વિસર્જન કરાયું હતું. જે પ્રસંગે વિશાળ સંખ્‍યામાં સંતો તથા ભક્‍તો હાજર રહ્યા હતા.

         પોતાની સદેહે હયાતી દરમિયાન પૂજય પ્રમુખસ્‍વામી ૧૯૭૪ થી ૨૦૧૪ની સાલ દરમિયાન ૧૪ વખત અમેરિકા પધાર્યા હતા. તથા ૨૦૧૪ની સાલમાં ન્‍યુજર્સીના રોબિન્‍સવિલ્લેમાં BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિર ખુલ્લુ મુકયુ હતુ તેમણે ૧૩ વખત ન્‍યુયોર્કમાં પધરામણી કરી હતી. તથા ૧૯૭૪ની સાલમાં ન્‍યુયોર્કમાં સૌપ્રથમ BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિરનું ઉદઘાટન કર્યુ હતું. તેમની આ સ્‍મૃતિઓને અકબંધ રાખવા તેમના પવિત્ર અસ્‍થિઓનું હડસન નદીમાં વિસર્જન  કરાયું હતું. ત્‍યાર પહેલા અસ્‍થિપૂષ્‍યનું પૂજન કરવામાં આવ્‍યું હતું. જે પ્રસંગે પૂજય મહંત સ્‍વામી સાથે પૂજય ઇશ્વર ચરણદાસ સ્‍વામી તથા સંતો તેમજ ભક્‍તો પૂજન વિધિમાં જોડાયા હતા. બાદમાં વેદિક મંત્રોચ્‍ચાર સાથે અસ્‍થિપુષ્‍પો હડસન નદીમાં પધરાવાયા હતા તથા વિશ્વ શાંતિ અને કલ્‍યાણ માટે પ્રાર્થના કરાઇ હતી.

         ઉલ્લેખનીય છે કે પૂજય બ્રહ્મલીન પ્રમુખ સ્‍વામીના પવિત્ર અસ્‍થિઓનું વિસર્જન ભારતની નર્મદા, સાબરમતી, ગંગા, તેમજ તાજેતરમાં યુગાન્‍ડાની નાઇલ તથા લંડનની થેમ્‍સ નદીમાં અને કેનેડાના નાયગરા ધોધમાં કરાયું હતું. તેવું શ્રી લેનિન જોશીની યાદી જણાવે છે.

 (11:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS